ડુંગળીના ભાવે રેકોર્ડ બ્રેક કર્યો, 165 રુપિયે કિલો વેચાઇ

દેશમાં ડુંગળીના વધેલા ભાવો શુક્રવારે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા છે, જેમાં ગોવાની રાજધાની પણજીમાં 165 રુપિયે કિલો, અંડમાનમાં 160 રુપિયે કિલો અને કેરળના તિરુવતન્તપુરમ, કોજીકોડ, ત્રિશુર અને વાયનાડમાં 150 રુપિયે કિલોના ભાવે ડુંગળી વેચાઇ રહી છે. કોલકાત્તા, ચેન્નઇ, તમિલનાડૂના કેટલાક શહેરોમાં 140 રુપિયે કિલોના ભાવે વેચાઇ રહી છે […]

Continue Reading

આંદોલન યથાવત્, મોડી રાત્રે ધાનાણી, અમિત ચાવડા ઉમેદવારોને મળ્યા

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી હજારો પરીક્ષાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ કારણે રાજ્ય સરકારે પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ નીતપાસ માટે એસઆઈટીની રચના કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે લાગતું હતું કે હવે આંદોલનનો અંત આવી જશે. જોકે હજુ પણ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. આંદોલનને […]

Continue Reading

હૈદરાબાદ ગેંગરેપ મામલે મુખ્ય આરોપીનો ચોંકાવનારો ખુલાસો, વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટરનરી ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા અને મૃતદેહ સળગાવી દેવાનાં મામલે કૉર્ટે તમામ આરોપીઓને 7 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસ કસ્ટડીમાં આરોપીઓએ આ મામલે મહત્વનાં ખુલાસાઓ કર્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગેંગરેપ અને હત્યાનાં આ ક્રુર અપરાધનાં મુખ્ય આરોપીએ જણાવ્યું કે જે સમયે ચારેય આરોપી ડૉક્ટરને મરેલી […]

Continue Reading

મહિલાઓ માટે મોદી સરકારે કર્યો અગત્યનો નિર્ણય, દરેક પોલીસ સ્ટેશનમાં હેલ્પ ડેસ્ક સ્થાપવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓની સુરક્ષાને લઈને અગત્યનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે દેશના દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક સ્થાપવામાં આવશે. આ યોજના દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગૂ થશે. સાથે કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિર્ભયા ફંડ માટે 100 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. હૈદરાબાદમાં વેટરનીટી મહિલા ડોક્ટર પર રેપ કર્યા બાદ તેની હત્યા કરવાની અને […]

Continue Reading

દેશની અર્થવ્યવસ્થાને લઈને પી ચિદમ્બરમે મોદી સરકાર પર કર્યો પ્રહાર, સૌભાગ્યશાળી હઈશું જો વર્ષના અંત સુધીમાં…

જેલમાંથી જમીન પર મુક્ત થયેલા પી ચિદમ્બરમે ગુરુવારના રોજ કોંગ્રેસ હેડ ક્વાટર્સમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે ઢળતી અર્થવ્યવસ્થાને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જીડીપી સતત ઘટી રહ્યો છે. 8થી7, 7થી 6.6, 6.6થી 5.8 અને 5.8થી 5 અને 5થી ઘટીને જીડીપી સીધો જ 4.5 પર આવી ગયો છે. આ સરકારના […]

Continue Reading

ગાડીઓનું વેચાણ થતું નથી તો રોડ પર ટ્રાફિક જામ કેમ છે : ભાજપ સાંસદ

ભાજપના સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તે ગુરુવારે આર્થિક મંદી અંગે વિપક્ષના આરોપો પર પલટવાર કરતા લોકસભામાં જણાવ્યું કે, દેશને બદનામ કરવા માટે ઓટો ક્ષેત્રમાં મંદી અને વેચાણમાં ઘટાડો થયા હોવાની વાતો કરવામાં આવી રહી છે. તેમણે સવાલ કર્યો કે, ઓટો ક્ષેત્રમાં મંદી છે તો એક-એક ઘરમાં અનેક ગાડીઓ છે અને રોડ પર ટ્રાફિક જામ કેમ છે? […]

Continue Reading

ઉન્નાવ / પીડિતાના પિતાએ કહ્યું- જેને દીકરો સમજીને ઘરે આવવા દીધો, તેણે જ દીકરી પર રેપ કરીને બ્લેકમેલીંગ કર્યું

માત્ર બે દિવસ પહેલા જ જામીન પર છૂટેલા ગેંગરેપના આરોપીઓએ ગુરૂવારે પીડિત યુવતીને સળગાવી નાખી હતી. યુવતીની હાલત અત્યંત ગંભીર છે. તે 90 ટકા દાઝી ગઇ છે અને તેને એરલિફ્ટ કરીને દિલ્હી લઇ જવામાં આવી છે. ઘટના બાદ યુવતીના પિતાએ જણાવ્યું કે જેને દીકરો સમજીને ઘરે આવવાની મંજૂરી આપી હતી તેણે જ દીકરી સાથે દુષ્કર્મ […]

Continue Reading

બિન સચિવાલય ભરતી: ઉમેદવારોના નેતા સિંહ આઉટ: કોંગ્રેસના નેતાઓની એન્ટ્રી

ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી પ્રક્રિયામાં અનેક પ્રકારની ગેરરીતિ થતાં અને તેના પુરાવાઓ આપ્યા હોવા છતાં સરકારે કોઇ કાર્યવાહી નહીં કરતા ઉમેદવારો ગાંધીનગરમાં છેલ્લા 2 દિવસથી હડતાલ કરી રહ્યા છે. આજે સાંજે ઉમેદવારોના કહેવાતા નેતા યુવરાજસિંહ જાડેજા અને ગૃહ રાજ્ય મંત્રી વચ્ચે બેઠક થઇ હતી ત્યારબાદ યુવરાજ સિંહ આંદોલનમાંથી ખસી ગયા છે. આમ છતાં […]

Continue Reading

સમુદ્રી લુંટારુઓએ હોંગકોંગના જહાજમાં સવાર 18 ભારતીયોનું અપહરણ કર્યું

સમુદ્રી લુંટારુઓએ નાઈજીરીયાના દરિયા કિનારે થી હોંગકોંગના ઝંડાવાળા એક જહાજનું અપહરણ કરી લીધું છે. અપહ્યત જહાજમાં 19 લોકો સવાર હતા જે પૈકીના 18 ભારતીયો હતા. સમુદ્રી લુંટારુઓએ નાઈજીરીયાના તટીય વિસ્તારમાંથી હોંગકોંગના જહાજમાં સવાર 18 ભારતીયોનું અપહરણ કર્યું છે. સમુદ્રી ઘટનાઓ પર નજર રાખનારી એક વૈશ્વિક એજન્સીએ આ જાણકારી આપી છે. જાણવા મળ્યા મુજબ અપહ્યત જહાજ […]

Continue Reading

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગ નામંજૂર, સરકારે SITની રચના કરી

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગને નામંજૂર કરાઇ છે. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સરકારે પરીક્ષાર્થીઓની માગ અનુસાર એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટી 10 દિવસમાં તપાસ કરી સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપશે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોનો આગેવાન યુવરાજ સિંહ જાડેજા પણ ઉપસ્થિત હતી. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ […]

Continue Reading