‘ઢબુડી માઁનો ખાસ સેવક બોલું છું, ન્યૂઝમાં ચલાવવાનું બંધ કરો નહીંતર.’ થઈ પોલીસ ફરિયાદ

લોકોને ઢબુડી માતાના નામે ઠગતા ઠગના અનુયાયીઓમાં છેલ્લા ઘણા સમયથી સમાચાર પત્રોમાં આવતા ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડના પારખા કરાવતા સમાચારોને લઈને નારાજગી છે. સમાચાર પત્રો ધનજીને કારણે ઉલ્લુ બની રહેલા લોકોની આંખ ઉગાડવા કેટલાક કિસ્સાઓ અને માહિતીઓ લોકો સમક્ષ મુકી રહ્યા છે. તેવા સંજોગોમાં આ અંગે કેટલાક અનુયાયીઓને અણગમો થતાં તેઓએ વિવિધ સ્વરૂપે નારાજગી […]

Continue Reading

ઓનલાઇન બુકીંગમાં નોન એસી ટિકિટ પર 15 રૂપિયા અને એસી ક્લાસ પર 30 રૂ. સર્વિસ ચાર્જ કાલથી લાગૂ થશે

IRCTC દ્વારા ટ્રેન ટિકિટની બુકીંગ પર 1 સપ્ટેમ્બરથી સર્વિસ ચાર્જ લાગશે. નોન એસી ટિકિટ પર 15 રૂપિયા અને એસી ક્લાસ પર 30 રૂપિયા ચાર્જ લાગશે. GST અલગથી લાગૂ થશે. IRCTCએ શુક્રવારે આ જાણકારી આપી હતી. IRCTC દ્વારા ભારતીય રેલવેની કેટરિંગ, ટુરીઝમ અને ઓનલાઇન ટિકિટની કામગીરી સંભાળવામાં આવે છે. પહેલા 20 અને 40 રૂપિયા ચાર્જ લાગતો […]

Continue Reading

ગુજરાતભરમાં 1 સપ્ટે.થી મતદાર ચકાસણી-નોંધણી કાર્યક્રમ, એપ કે પોર્ટલ પરથી સુધારા થઈ શકશે

એક સપ્ટેમ્બરથી રાજ્યભરમાં મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ થશે. જેમાં મતદાર યાદીમાં મતદારોના ફોટો સહિતની વિગતોમાં સુધારો કરવા, અવસાન પામેલ, સ્થળાંતરિત મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા અને તમામ મતદારોની વસતી વિષયક વિગતોની ચકાસણી તથા ઓથેન્ટિકેશન કરી શકાશે. આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ મુરલીક્રિષ્ણાએ જણાવ્યું કે, આ કાર્યક્રમ દરમ્યાન મતદાર તરીકેની પોતાની તથા […]

Continue Reading

કશ્મીરીઓને સરકારની ભેટ, હવે કશ્મીરમાં પણ દોડશે મેટ્રો

કલમ 370 નાબુદ થયા બાદ સરકાર હવે કશ્મીરીઓને મોટી ભેટ આપવા જઇ રહી છે. થોડા જ વર્ષોમાં કશ્મીરી લોકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. સરકારે શ્રીનગરમાં મેટ્રોના નિર્માણની તૈયારી કરી લીધી છે. વિશેષજ્ઞોનું માનીએ તો શ્રીનગરમાં મેટ્રો ટ્રેન માટે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. 2020 સુધી શ્રીનગરમાં કામ શરૂ થઇ શકે છે. […]

Continue Reading

સાન ઠેકાણે આવીઃ પાક વિદેશમંત્રીએ કહ્યુ, ભારત સાથે વાતચીત માટે તૈયાર

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાયા બાદ જાત જાતના તરકટો કરનાર પાકિસ્તાનની બુધ્ધિ હવે ઠેકાણે આવતી હોય તેમ લાગે છે. અત્યાર સુધી યુધ્ધની ધમકી આપનાર પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ હવે કહ્યુ છે કે, પાકિસ્તાને ભારત સાથે વાતચીતનો વિરોધ કયારેય કર્યો નથી પણ ભારત દ્વારા જે માહોલ બનાવાઈ રહ્યો છે તેમાં વાતચીતની શક્યતા નથી દેખાતી. […]

Continue Reading

જલગાંવના હાઉસિંગ કૌભાંડમાં પૂર્વ મંત્રી સુરેશ જૈનને 7 વર્ષની સજા, કોર્ટે 100 કરોડનો દંડ પણ ફટકાર્યો

મહારાષ્ટ્રની એક કોર્ટે હાઉસિંગ પ્રોજેક્ટમાં કૌભાંડ મામલે શનિવારે રાજ્યના બે પૂર્વ મંત્રી સુરેશ જૈન અને ગુલાબરાવ દેવકર સહિત 48 લોકોને દોષિત ઠેરવ્યા હતા. ધુલે જિલ્લા સેશન્સ કોર્ટના સ્પેશલ જજ સૃષ્ટિ નીલકંઠે સુરેશ જૈનને 7 વર્ષની સજા સંભળાવી અને તેમના પર 100 કરોડનો દંડ લગાવ્યો હતો. દેવકરને 50 લાખના દંડ સાથે 5 વર્ષની જેલ જ્યારે અન્ય […]

Continue Reading

સુનંદા પુષ્કર કેસમાં શશી થરૂરની મુશ્કેલીઓમાં થઈ શકે વધારો, દિલ્હી પોલીસે કરી છે આવી અપીલ

સુનંદા પુષ્કર કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરની મુશ્કેલી વધી શકે છે. દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ શશી થરૂર વિરૂદ્ધ સુનંદાને આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ નક્કી કરવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું કે થરૂર વિરૂદ્ધ આઇપીસીની કલમ 498-એ તેમજ 306 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવે. બીજી તરફ સુનંદા પુષ્કરના ભાઇ આશિષ દાસે પણ મહત્વનું નિવેદન આપ્યું […]

Continue Reading

આવતી કાલે થઈ જજો સાવધાન! કેશ કાઢવાના નિયમમાં થયો ધરખમ ફેરફાર

1 સપ્ટેમ્બર 2019 થી રોકડ ઉપાડના વ્યવહારના નિયમો બદલાવા જઈ રહ્યા છે. સરકારે મર્યાદાથી વધુ રકમ કાઢવા માટે 2 ટકા ટીડીએસ (ભંડોળના સ્રોત પર કરની કપાત) લાગુ કરી છે. તે સ્પષ્ટ છે કે જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં તેની બેંક, પોસ્ટ ઓફિસ અથવા સહકારી બેંક ખાતામાંથી એક કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડે છે, તો તેણે […]

Continue Reading

અસમમાં ગેરકાયદે રહેતા પ્રવાસીઓની કથિત માન્યતાનો ભાંડો ફુટ્યો છે: ઓવૈસી

અસમમાં NRCને લઈને AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ કહ્યું કે, આજે અસમમાં જે થયું તેનાથી ભાજપે પાઠ ભણલો જોઈએ અને મુસલમાનોના સંગર્ભમાં સમગ્ર દેશમાં NRCની પ્રક્રિયા પર રોક લાગવી જોઈએ. તેનાથી અસમમાં ગેરકાયદે રહેતા પ્રવાસીઓની કથિત માન્યતાનો ભાંડો ફુટ્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, મને તે વાતની […]

Continue Reading

આદેશ / ગણેશ ઉત્સવને લઈને તંત્રની તડામાર તૈયારીઓ, આ સ્થળો પર જ કરી શકાશે વિસર્જન

અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગણેશ વિસર્જનને લઈને કોર્પોરેશન દ્વારા નદી કિનારે કુંડ બનાવવામાં આવ્યા છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર તંત્ર દ્વારા 36 કુંડ બનાવવામાં આવશે. તંત્ર દ્વારા શહેરના સાતેય બ્રિજ પર કુંડ બનાવવામાં આવી રહ્યા છે. કુંડ બનાવવાની કામગીરી હાલમાં કોર્પોરેશન દ્વારા કુંડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. […]

Continue Reading