નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાન OSDની ધરપકડ, CBIએ 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે પકડ્યો

CB(સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન)Iએ ગોપાલ કૃષ્ણ માધવ નામના એક શખ્સને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ, આ વ્યક્તિ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો OSD(ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) છે. સીબીઆઈએ ગોપાલને એ ટેક્સ મામલાને પતાવવા માટે 2 લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે. ગોપાલ કૃષ્ણ માધવની ગુરુવારે મોડી રાતે એક ઓપરેશનમાં ધરપકડમાં કરવામાં […]

Continue Reading

કોરોના વાઈરસથી દુનિયાને સૌથી પહેલા ચેતવનારા ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત, ચેતવણી માટે પોલીસે નોટિસ ફટકારી હતી

કોરોના વાઈરસ વિશે સૌથી પહેલા દુનિયાને ચેતવનારા ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું ગુરુવારે મોત થઈ ગયું છે. ચીનના સરકારી છાપા ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત કોરોના વાઈરસના સંકજામાં આવવાથી થયું છે. જ્યારે ચીનના વુહાનમાં કોરોના વાઈરસના સમાચાર પર પડદો નાંખવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા, ત્યારે ડોક્ટર વેનલિયાન્ગે હોસ્પિટલમાંથી વીડિયો પોસ્ટ કરીને કોરોના વાઈરસ […]

Continue Reading

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર પડઘમ શાંત, 8મીએ મતદાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આઠ ફેબ્રુઆરીએ યોજાનારા મતદાન પહેલા આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થયો છે. હવે કોઈ પણ પાર્ટી પ્રચાર નહી કરી શકે. પ્રચારનો સમય પૂર્ણ થવા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લોકો મતદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અરવિંદ કેજરીવાલે લખ્યું કે, પ્રચારનો સમય પૂર્ણ થઈ ગયો. મને આમ આદમી પાર્ટીના […]

Continue Reading

કોંગ્રેસના માર્ગે જૂની રૂઢિ પ્રમાણે ચાલ્યા હોત તો આર્ટિકલ 370 નાબૂદ ના થતો: PM મોદી

સંસદના બજેટ સત્રમાં PM મોદી બોલવા ઉભા થયા તો વિપક્ષ તરફથી હોબાળો શરૂ થઈ ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો, આ જવાબની શરૂઆત કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરી અને પીએમ મોદી વચ્ચે બહેસ થઇ. પીએમ મોદીએ કહ્યું કે, તમારા માટે ગાંધીજી ટ્રેલર છે અમારા માટે જિંદગી છે. […]

Continue Reading

રાજ્ય સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું, અમદાવાદમાં 144 લાગુ ન હોય તો અરાજકતાની સ્થિતિ ઉભી થઈ શકે

શહેરમાં ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતી CRPCની કલમ 144 સામે હાઇકોર્ટમાં થયેલી અરજી મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે. આ સોગંદનામામાં જણાવ્યું છે કે, જો કલમ 144 લાગુ ન હોય તો શહેરમાં અંધાધૂંધી અને અરાજકતાની સ્થિતિ ઉભી થઈ શકે છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે 144ની કલમ સતત લાગુ […]

Continue Reading

વધુ એક મહિલાએ ગણેશ આચાર્ય પર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો

બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર વધુ એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.  પહેલેથી જ એક મહિલાને જબરજસ્તીથી અશ્લિલ વીડિયો બતાવાવના મામલામાં તેના પર સંકટના વાદળો ઘેરાયેલા છે. બુધવારના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવતા સીનિયર બેકગ્રાઉન્ડ ડાન્સરે જણાવ્યું કે ગણેશ આચાર્યએ 1990માં તેમનું શારીરિક શોષણ કર્યું હતું.  શારીરિક સતામણીનો આરોપ લગાવનારી બેકગ્રાઉન્ડ ડાન્સરે […]

Continue Reading

ટોક્યો ઓલિમ્પિક આયોજન સમિતિનો નિર્ણય – ‘ઓલિમ્પિક રાબેતા મુજબ યોજાશે’

ટોક્યો 2020 ઓલિમ્પિક આયોજકોએ ગુરુવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘કોરોના વાયરસની અફવાને અવગણીને ટોક્યો ઓલિમ્પિક તેના નિયત કાર્યક્રમ મુજબ યોજાશે.’ સમિતિએ કોરોના વાયરસને લઈને કોઈ જ ખોટી અફવાહોમાં ના દોરવાઈ જવા જણાવ્યું છે. ચીનમાં ઉદ્ભવેલા જીવલેણ કોરોના વાયરસ સામે જાપાને પૂરી તૈયારી કરી રાખી હોવાનું ટોક્યો ઓલિમ્પિકના સીઈઓ તોશિરો મ્યુતોએ જણાવ્યું છે. ચીનમાં અત્યાર સુધીમાં […]

Continue Reading

હવે નહીં ડૂબે આ બેન્કોમાં જમા કરાવેલા પૈસા, બજેટ પછી સરકારનો બીજો મોટો નિર્ણય

બેન્કોના ખાતાઓમાં (Bank accounts) સામાન્ય લોકોના પૈસાઓને સુરક્ષિત રાખવા માટે કેન્દ્રની મોદી સરકારે (Modi Government) પાંચ દિવસમાં બીજો મોટો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં (Modi Government Cabinet Decision) લેવાયેલા નિર્ણય પ્રમાણે હવે RBI જ દેશની કો ઓપરેટિવ બેન્કોને રેગ્યુલેટ કરશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આવેલા પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ […]

Continue Reading

જેતપુર-પોરબંદર મારા બાપનું ખેતર છે, નિવેદન પર મંત્રી જયેશ રાદડિયાએ સ્પષ્ટતા કરી

રાજ્ય સરકારમાં ભાજપના મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ સામે જ મોરચો ખોલી દીધો હોવાની ચર્ચાઓ હતી, તેમને કહ્યું હતુ કે પોરબંદર અને જેતપુર મારા સ્વ.પિતા વિટ્ઠલભાઇ રાદડિયાનું ખેતર છે અને તેના પર અમારો જ કબ્જો છે, એક રીતે જેતપુર અને રાજકોટનું ગ્રુપ સહકારી સંસ્થાઓમાં જયેશ રાદડિયાની સામે ઉભું થઇ રહ્યું છે, કદાચ તેમને જ આ ચીમકી […]

Continue Reading

આ દેશમાં ભારતીય પ્રવાસીની ફ્રી એન્ટ્રી બંધ, હવે ફરવા માટે આટલા રૂ. ચૂકવવા પડશે

ભારતના આ પાડોશી દેશે પ્રવાસીઓ માટેની ફ્રી એન્ટ્રી બંધ કરી દીધી છે. હવે અહીં આવનારા પ્રવાસીઓએ ફી ચૂકવવાની રહેશે. ત્યાંની સરકારે નિર્ણય લીધો છે કે ભારતથી આવનારા પ્રવાસીઓએ પ્રતિદિન 1200 રૂપિયા ફી આપવાની રહેશે. આ ફી માત્ર ભારત નહીં બલ્કે માલદીવ, બાંગ્લાદેશના પ્રવાસીઓએ પણ આપવાની રહેશે. આ ફી જુલાઈ 2020થી લાગૂ થશે. આ ફીને સસ્ટેનેબલ […]

Continue Reading