બાંગ્લાદેશએ ભારતની સરહદે આવેલા વિસ્તારોમાં ઇન્ટનેટ સર્વિસ બંધ કરી

બાંગ્લાદેશ સરકારે ભારતની સરહદે આવેલા વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.બાંગ્લાદેશ સરકારે જણાવ્યું કે સુરક્ષા કારણોથી આવું કર્યું છે. આ પગલાથી લગભગ એક કરોડ લોકો મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે નહીં,બાંગ્લાદેશનાં ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટએ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરોને કહ્યું છે કે આગલી નોચિસ સુંધી ઇન્ટરનેટ સર્વિસ અટકાવી દેવામાં આવે. બાંગ્લાદેશ ટેલિકોમ્યુનિકેશન રેગ્યુંલેટરી કમિશન (BTRC)નાં […]

Continue Reading

2020માં દેશને બદલવા માટે લોકોના પ્રયાસો શરૂ રહેશે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે, અમને આશા છે કે, 2020 ભારતને બદલવા અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત બનાવવા માટે લોકો દ્વારા સંચાલિત પ્રયાસોની નિરંતરતાના પ્રતિક હશે. આ વાત વડાપ્રધાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક અન્ય યૂઝર દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વર્ષ 2020ના ગીતને રિટ્વીટ કરતા કહ્યું. વર્ષ 2020ના ગીતમાં દેશની ઉપલબ્ધીઓની ચર્ચા કરવામાં […]

Continue Reading

સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચશે: નિર્મલા સિતારમણ

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણએ મંગળવારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સરકારી ખર્ચને પ્રોત્સાહિત કરવા માટે તથા અર્થવ્યવસ્થાને 5 ટ્રીલીયન ડોલરની બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના રજૂ કરી. પત્રકાર પરીસદમાં સિતારમણે કહ્યું કે વડાપ્રધાને સ્વતંત્રતા દિવસનાં ભાષણ દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિસ્તારમાં 100 લાખ કરોડ રૂપિયાનાં મુડિરોકાણની વાત પહેલા જ કરી ચુક્યા છે. તેમણે […]

Continue Reading

દિશમાન ફાર્મા પર આઈટી રેડનો મામલો, રૂ.1700 કરોડથી વધુના બેનામી અને રૂ.327 કરોડના રોકડ વ્યવહારો મળ્યા

19 ડિસેમ્બરના રોજ આવકવેરા વિભાગે દિશમાન ફાર્માના 19 સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં આજે ચોંકવાનારી વિગતો બહાર આવી છે. આ રેડમાં રૂ. 1700 કરોડથી પણ વધુના બેનામી વ્યવહારો બહાર આવ્યા છે. જ્યારે 90 ટકા શેલ કંપનીઓ બનાવી છે. માત્ર એટલું જ નહીં આ કેસમાં દિશમાન ફાર્માના ચાર્ટડ એકાઉન્ટન્ટની પણ સંડોવણી બહાર આવી છે. જ્યારે […]

Continue Reading

ધો.10 અને 12ની પરીક્ષાઓ 5 માર્ચે શરૂ થશે અને 21 માર્ચે પૂર્ણ થશે, પેપર લીક થતું રોકવા સેન્ટર પર પહોંચે ત્યારે ફોટો પડાશે

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની આજે બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે અને 21 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. ધોરણ 10ની પરીક્ષા 17 માર્ચે જ્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 માર્ચ સુધી ચાલશે. તેમજ […]

Continue Reading

રેલવેએ મુસાફર ભાડુ વધાર્યું: સ્લીપરમાં 2 પૈસા અને એસી ક્લાસમાં 4 પૈસા પ્રતિ કિમીનો વધારો, નવા રેટ નવા વર્ષથી લાગૂ થશે

ભારતીય રેલવે મંત્રાલયે મુસાફર ભાડામાં વધારો કર્યો છે. મંગળવારે ભારતીય રેલવે કોન્ફરન્સ એસોસિએશને મુસાફર ભાડુ દર્શાવતું એક ટેબલ જાહેર કર્યું. 1 જાન્યુઆરી 2020થી આ વધારો લાગૂ થશે. ટેબલના આધાર પર ભાડામાં પ્રતિ કિમી 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે એસી ક્લાસમાં મુસાફરી કરતા લોકો માટે 4 પૈસા પ્રતિ કિમી જ્યારે સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનારા […]

Continue Reading

અમદાવાદઃ ડૉકટરના અપહરણનો મામલો, બેદરકાર બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ

અમદાવાદના (Ahmedabad) આંબાવાડીમાં આવેલી નવકાર મેટરનીટી હોસ્પિટલમાંથી (hospital) ડોક્ટરનું અપહરણ (Doctor’s kidnapping) કરવાના કેસમાં બે પોલીસકર્મીને (police) બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા છે. કન્ટ્રોલ રૂમનો મેસેજ હોવા છતાં બેદરકારી દાખવતા અપહરણ થયું હોવાનું સામે આવતા સસ્પેન્ડ કરાયા છે. આંબાવાડી માં નવકાર હોસ્પિટલ આવેલી છે. અહીં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થતા હોબાળો મચી ગયો હતો. […]

Continue Reading

છ મહિનામાં ખરીદદાર નહીં મળે તો એર ઇન્ડિયા બંધ કરવી પડશે

ભારે દેવા હેઠળ દબાયેલી સરકારી એર લાઇન કંપની એર ઇન્ડિયા હવે બંધ થવાના આરે છે. એર લાઇન્સના એક ઉચ્ચ અધિકારી મુજબ આગામી છ મહિના દરમિયાન એર ઇન્ડિયા માટે કોઇ ખરીદદાર નહી મળે તો તેને બંધ કરવી પડશે. તેમના મુજબ નાની રકમની મદદથી હવે એર ઇન્ડિયાનું સંચાલન કરવું મુશ્કેલ બની ગયું છે. એર ઇન્ડિયા  હાલમાં 60 […]

Continue Reading

J&K: પાંચ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા, ઓગષ્ટથી નજરકેદમાં હતા

ગત ઓગષ્ટ મહિનાથી નજરકેદમાં રાખવામાં આવેવા જમ્મુ-કાશ્મીરના નેતાઓ પૈકી પાંચ પૂર્વ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યનો વિશેષ દરજ્જો હટાવ્યાથી અત્યાર સુધી તેઓને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાને હજુ પણ નજરકેદમાં જ રાખવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે, રવિવારે પીડીપીએ જમ્મુ-કાશ્મીરના રાજનૈતિક નેતાઓની આઝાદી માટે ફરી […]

Continue Reading

દિલ્હીમાં કંપાવતી ઠંડીએ 119 વર્ષનો રેકોર્ડ તોડ્યો

દિલ્હીમાં ઠંડીએ 119 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ભારતીય હવામાન ખાતા મુજબ સોમવારનો દિવસ 119 વર્ષનો સૌથી ઠંડો દિવસ હતો. જે દરમિયાન બપોરે 2.30 વાગ્યે સફદરગંજમાં દિવસનું તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગ મુજબ દિલ્હીના સફદરગંજનું તાપમાન સામાન્યથી 4 ડિગ્રી સેલ્સિયસ ઓછુ […]

Continue Reading