જૂનાગઢમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓએ સ્ક્વોડની ટીમને રૂમમાં પુરી દીધી

શિક્ષણ બોર્ડની પરીક્ષામાં કાપલી કરતાં વિદ્યાર્થીઓ ઝડપાયાના સમાચાર વર્ષોથી સાંભળતા આવ્યા છીએ પરંતુ ચોરી કરીને પાસ થવાની કુટેવ ધરાવતા ઉમેદવારો કોઈન કોઈ રીતે ચોરી કરવાનું શોધી જ લે છે. પરંતુ સ્ક્વોડની ટીમ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને ચોરી કરતા દરમિયાન કે પછી કાપલી સાથે ઝડપી પાડવામાં આવે છે. પરંતુ જૂનાગઢમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેનાથી […]

Continue Reading

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 3થી વધુ કાર/વાહનોને સુરક્ષા કાફલા રૂપે જવા દેવા પર પ્રતિબંધ

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમા 3થી વધુ કાર/વાહનોને સુરક્ષા કાફલા રૂપે જવા દેવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય તે જરૂરી છે. આ સુચનાઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં જરૂરી છે. આ જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત […]

Continue Reading

અમિતાભ બચ્ચને ફાઈવસ્ટાર હોટેલ બનાવવા ગિફ્ટ સિટી પાસે 2011માં ખરીદેલી જમીન પર ખેતી થાય છે

2009માં બોલિવૂડ સમ્રાટ એટલે કે બિગ-બી એટલે કે અમિતાભ બચ્ચન સાથે મોદીની નિકટતા વધી અને જન્મ થયો ઐતિહાસિક ‘ખૂશ્બુ ગુજરાત કી’ એડ કેમ્પેઈનનો. ત્યારબાદ બોલિવૂડ ફિલ્મસ્ટાર્સના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા હતા. તો એવું કહેવાય છે અને ખુદ બચ્ચને પણ જાહેરમાં કહ્યું છે કે, ખૂશ્બુ ગુજરાત કી… કેમ્પેઈન માટે તેમણે એક રૂપિયો નથી લીધો. પરંતુ એક […]

Continue Reading

સુરતઃ માત્ર 10 જ દિવસમાં સ્વાઈન ફ્લૂના 100 કેસ શા માટે વધી ગયા?

સ્વાઈન ફ્લૂને આરોગ્ય વિભાગે ભલે સિઝનલ ફ્લૂ નામ આપી દીધું હોય પણ તેનાથી તેની ગંભીરતા ઓછી નથી થઈ ગઈ. જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિનામાં જેટલા 101 દર્દીઓ નોંધાયા હતાં. એટલા બીજા 101 દર્દી છેલ્લા દસ જ દિવસમાં નોંધાયા છે. આરોગ્ય વિભાગે રોગથી બચવા માટેની માર્ગદર્શિકા પ્રેસ રિલિઝ સ્વરૂપે જારી કરીને ડોર ટુ ડોર સરવે શરૂ […]

Continue Reading

આશા છે કે આ વખતની ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી બની રહેશે: પીએમ મોદી

તમામ દેશવાસીઓ જેની રાહ જોઇ રહ્યા હતા તે લોકસભા ચૂંટણીની તારીખો કલાકો પહેલા ચૂંટણી પંટ દ્વારા જાહેર કરવામાં આવી છે. 7 તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેના રોજ આવશે. ચૂંટણી પંચની જાહેરાત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હતી કે, લોકતંત્રનો પર્વ એટલે કે ચૂંટણી આવી ગઇ છે. હું દેશવાસીઓને અપીલ કરુ છું કે, […]

Continue Reading

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનો પ્રારંભ 11 એપ્રિલે પ્રથમ મતદાન સાથે થશે.

ચૂંટણી આયોગ દ્વારા આ વખતે લોકસભાની ચૂંટણીને 7 તબક્કામાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી એપ્રિલથી શરૂ થવા જઇ રહેલી લોકસભાની ચૂંટણી બાદ આખરે 23 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 11 એપ્રિલે યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 18 એપ્રિલે યોજાશે. ત્રીજા તબક્કાની ચૂંટણી 23 એપ્રિલે યોજાશે. ચોથા તબક્કાની ચૂંટણી 29 એપ્રિલે યોજાશે. પાંચમાં […]

Continue Reading

સુરતમાં પૂણા ગામ સ્થિત લેસના વેપારીનું લાખોમાં ઉઠમણું

પૂણા ગામ સ્થિત શ્રીકૃપા લેસના માલિકોએ રૂપિયા 66.67 લાખના માલની ખરીદી કરીને દુકાન બંધ કરી ભૂર્ગભમાં ચાલ્યા જતાં માલ વેચનાર વેપારી દ્ધારા ફરિયાદ દાખલ નોંધાવવામાં આવી છે. સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા વરાછા શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા અનિલ માવજી મેઘાણીએ ગણપતસિંહ પહાડસિંહ ચૌહાણ, જોખમકુંવર ગણપતસિંહ, મહેન્દ્રસિંહ પહાડસિંહ, વિક્રમસિંહ પહાડસિંહ, મહેન્દ્રસિંહ હેમજી ઉમટ, ચેતનસિંહ ઉમટ […]

Continue Reading

પટણાના ઝવેરીએ સીસીટીવી જોયું તો ઉંદર મોંઘોદાટ હીરો તફડાવી ગયો

પટણાના એક ઝવેરીની દુકાનમાં રાખેલો એક મોંઘોદાટ હીરો ઉંદર ચોરી ગયો હોવાનું દુકાનના સીસીટીવીમાં જોવા મળ્યું હતું. પટણાના ઝવેરી બજારમાં નવરતન જ્વેલર્સ નામની દુકાન છે. એના માલિક ધીરજ કુમારે મહાશિવરાત્રિની સવારે દુકાન ખોલી તો દુકાનમાં એક મોંઘો હીરો ગૂમ થયેલો જણાયો હતો. હીરો કોણ ચોરી ગયું એ તપાસવા ધીરજ કુમારે સીસીટીવી ખોલ્યું તો એક ઉંદર […]

Continue Reading

રૂપાણી મંત્રીમંડળમાં યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડાએ મંત્રી પદના શપથ લીધા

આજે ગુજરાતની રાજનીતિમાં ભારે ઉતાર ચઢાવ બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ થયું થઇ રહ્યું છે. ગાંધીનગરના રાજભવન ખાતે વિજય મૂર્હતમાં આજે ભાજપની શપરવિધી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડાએ મંત્રી પદના શપથ લીધા હતા. આ શપથવિધી કાર્યક્રમમાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ […]

Continue Reading

કોંગ્રેસને વધુ એક ઝટકો : MLA પરસોત્તમ સાબરિયાનું રાજીનામું

ગુજરાત કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. હજુ શુક્રવારે બપોરના સમયે કોંગ્રેસના કદાવર નેતા એવા ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપીને ભાજપો સાથ અપનાવ્યો હતો. ત્યારે મોડી રાત્રે કોંગ્રેસની વધુ એક વિકેટ પડી છે. ધાંગધ્રાના ધારાસભ્ય અને સિંચાઈના કોંભાડના આરોપી એવા પરસોત્તમ સાબરિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પરસોત્તમ સાબરિયાએ આજે […]

Continue Reading