એસટીના કર્મીઓને 1 એપ્રિલ 2018ની અસરથી 7મા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય લેવાયો

લોકસભા ચૂંટણી પહેલાં પોતાની માગણીઓ મુદ્દે એસટી બસના પૈડા થંભાવી દેનારા એસટી નિગમના કર્મીઓની  માગણી આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ત્રણ મંત્રીઓની કમિટીએ  કર્મચારી મંડળના હોદ્દેદારો સાથેની બેઠક બાદ સ્વીકારી છે. એસટીના કર્મીઓને 1 એપ્રિલ 2018ની અસરથી 7મા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. તેમને 300 કરોડનું એરિયર્સ ચૂકવાશે. કર્મીઓને 1 એપ્રિલ […]

Continue Reading

IAFએ સરકારને એરસ્ટ્રાઈકનાં પુરાવાઓ સોંપ્યા, કહ્યું- સ્ટ્રાઈકમાં 80% બોમ્બ નિશાના પર ઝીંકાયા

આતંકી અડ્ડાઓને નષ્ટ કરવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને કરાયેલી એરસ્ટ્રાઈક પર વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે વાયુસેનાએ કેન્દ્ર સરકારને એરસ્ટ્રાઈક સંબંધિત દસ્તાવેજો સોંપ્યા છે. આ પુરાવાઓમાં તમામ તસવીરો સરકારને સોંપી દેવાઈ છે. સૂત્રો પ્રમાણે વાયુસેનાએ સરકારને 12 પાનનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં વાયુસેનાએ બાલાકોટનાં તે વિસ્તારની હાઈ રિઝોલ્યૂલેશન તસવીરો પણ મૂકી છે. […]

Continue Reading

પેપર અઘરું છે કોણે પેપર કાઢયું છે જેવી બાબતોમાં રસ ન લઇ વિદ્યાર્થીએ ‘મહેનત’ પર વિશ્વાસ રાખવો જોઇએ: બોર્ડ

જરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૭મી માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. આ બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે અને જ્યારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપીને પરત આવે ત્યારે કેટલીક બાબતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ. જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો […]

Continue Reading

જમીન સંપાદનની કાર્યવાહી સ્થગિત એઇમ્સ 200 એકરમાં જ બનાવાશે

અગાઉ લેવાયેલા નિર્ણય મુજબ 300 એકર જમીનમાં એઈમ્સનું નિમાર્ણ થનાર હતું પરંતુ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે આ પ્રાેજેકટમાં ફેરફાર કરીને હવે 300ના બદલે 200 એકરમાં એઈમ્સ બનાવવાનો નિર્ણય લેવાતાં આ પ્રાેજેકટ થોડો વિલંબમાં પડે તેવી સંભાવના ઉભી થઈ છે. રાજકોટ નજીક ખંઢેરી અને પરાપીપળિયાની જમીનમાં સાકાર થનાર એઈમ્સની ડીઝાઈનમાં ફેરફાર થયો છે. જો 300 એકર જમીનમાં […]

Continue Reading

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા

ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજચોરીના ૨૮ વર્ષ જૂના કેસમાં સુત્રાપાડા કોર્ટે બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી જેના પગલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે.આમ લોકસભાની ચૂંટણીની પહેલાં કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. વર્ષ ૧૯૯૫માં ગૌચરની જમીનમાંથી ખનિજ ચોરીના મુદ્દે ભગવાન બારડ વિરુધ્ધ […]

Continue Reading

પીએમ મોદીએ રિમોટથી શિક્ષણભવન- વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું.

આજે પીએમ મોદી અડાલજ ખાતે મા અન્નપૂર્ણાધામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવી પહોંચ્યા છે. અહિંયા તેઓએ મા અન્નપૂર્ણાની પૂજા-અર્ચના કરી હતી. બાદમાં તેમણે સ્ટેજ પર હાજર કેશુભાઈ પટેલને પગે લાગી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પીએમ મોદીએ રિમોટથી શિક્ષણભવન- વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું. આ કાર્યક્રમમાં ઓ.પી.કોહલી, વિજય રૂપાણી, નીતિન પટેલ, કેશુભાઈ પટેલ, પરેશ ધાનાણી, જીતુભાઈ વાઘાણી, આનંદીબેન પટેલ હાજર […]

Continue Reading

NDAની જ સરકાર બનશે અને ર૦૧૯ પછી પણ હું જ રહેવાનો છું – વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ જામનગરથી અમદાવાદ આવ્યા બાદ વિશ્વ ઉમિયા ધામના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ર૦૧૯ પછી પણ હું જ રહેવાનો છું અને ચૂંટણી બાદ એનડીએની જ સરકાર બનશે એટલે ચિંતા ના કરતા ભારત સરકારની કોઈ મદદની જરૂર હોય તો જણાવજો. આ સાથે તેમણે પાટીદારોને સોગંદ લેવડાવતા કહ્યું હતું કે, આપણે હવે ક્યારેય ભ્રૂણ હત્યા નહીં કરીએ. […]

Continue Reading

રાજસ્થાનના બીકાનેર વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના ડ્રોનને ભારતીય વાયુદળે તોડી પાડ્યું

પાકિસ્તાનની ઘૂસણખોરીની હરકત ભારતીય વાયુદળના રડારે શોધી લીધી હતી અને તેને પગલે સક્રિયતા વધારી દેવાઇ હતી. સુખોઇ-૩૦ એમકેઆઇએ બીકાનેરના નાલ વિસ્તારમાં ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી હતી. રાજસ્થાનના બીકાનેર વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના એક ડ્રોનને ભારતીય વાયુદળે તોડી પાડ્યું છે. આ ડ્રોન ભારતીય સરહદમાં પ્રવેશતા જ ભારતીય સુખોઇનો શિકાર બની ગયું હતું. તેના […]

Continue Reading

પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાશિવરાત્રીએ ગાંધીનગરના પૂરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરી.

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર, જાસપુર, વસ્ત્રાલ અને સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદના કાર્યક્રમો પછી ગાંધીનગર પધાર્યાં હતા. મહાશિવરાત્રીના પાવન પર્વે ગાંધીનગર પધારતાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરવા ધોળેશ્વર મહાદેવ મંદિર ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ગાંધીનગરના પાદરે આવેલા પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં […]

Continue Reading

AMTS, BRTS અને મેટ્રો – ત્રણેય ટ્રાન્સપોર્ટેશન ધરાવતું અમદાવાદ એકમાત્ર શહેર

આખરે શહેરમાં મેટ્રો ટ્રેનનું સપનું સાકાર થયું છે. સોમવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોના ફેઝ-1માં ઇસ્ટ વેસ્ટ કોરીડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટર રૂટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ વડાપ્રધાને ઉમંગ સ્કૂલના બહેરા મુંગા બાળકો સાથે  ટ્રેનની મુસાફરી પણ કરી હતી. વડાપ્રધાને કરેલા લોકાર્પણ બાદ બુધવારથી આ ટ્રેન લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે. […]

Continue Reading