સુરતઃ પીપોદરા નજીક ટેન્કર પાછળ ભેંસો ભરેલો ટ્રક ઘૂસી ગયો, 3 લોકોના મોત

સુરતઃ કિમ-પીપોદરા નજીક મોડી રાત્રે ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં બેઠેલા પાંચ લોકોમાંથી બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. જ્યારે એકનું સારવર દરમિયાન મોત થયું હતું. ઉપરાંત ટ્રકમાં રહેલા પાંચ જેટલા પશુઓનાં પણ મોત નીપજ્યા હતા. અકસ્માતનાં પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા […]

Continue Reading

બગસરામાં આતંક મચાવી રહેલો દિપડો ઠાર મરાયો

છેલ્લા કેટલાય દિવસોથી અમરેલીના બગસરામાં આદમખોર દીપડાએ આતંક મચાવ્યો હતો. પરંતુ આજે પાંચ દિવસે વન વિભાગે બગસરામાં સ્થિત એક ગૌશાળામાં દિપડાને ઠાર માર્યો હતો.  દિપડાને પકડવા અને લોકોને તેનો શિકાર થવાના ભયથી મુક્ત કરવા માટે પ્રશાસને પાંજરા ગોઠવ્યા હતા અને વન વિભાગે બાંયો ચડાવતા છ જેટલી ટીમો સક્રિય કરી હતી. આ પહેલા પાંજરામાં એક દિપડી પુરાયેલી મળી […]

Continue Reading

સુરતઃ મહિલા કોર્પોરેટર અને તેના પતિ 50,000ની લાંચ લેતા પકડાઈ ગયા, જાણો કેવી રીતે માગતા હતા રૂપિયા

સુરત કોર્પોરેશનમાં લાંચ આપી કામ કઢાવવાની બાબત સામાન્ય બની ગઈ છે. ઘણી વાર આવા કિસ્સા સામે આવ્યા છે. હાલ બાબત એવી સામે આવી છે કે સુરતના કોર્પેરેટર તો ઠીક પણ પોતાના પતિને પણ પોતાની સાથે આ ધંધામાં જોડી દીધો હતો. કોર્પોરેટર અને તેના પતિ બંને જોકે હવે એસીબીના હાથમાં છે. તેમણે એક બાંધકામને તોડી ન […]

Continue Reading

રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનું ડાંગર અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા ઝડપાઈ

રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર અને તેના બે સાગરિતો અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. હાલ તો અમદાવાદ પૂર્વના પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કર્યા બાદ ત્રણેય જણને કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. સોનુ ડાંગર રાત્રે પોતાના સાગરિતો ગૌતમ પૂના અને શિવરાજ બિછિયા સહિત અન્ય એક શખ્સ સાથે દારૂની મહેફિલ માણી રહી […]

Continue Reading

બુધવારે વિધાનસભામાં ગોધરામાં ટ્રેનને આગચંપીના તપાસ પંચનો અહેવાલ રજૂ કરાશે

ગુજરાત વિધાનસભામાં બુધવારે ૨૦૦૨ના વર્ષમાં ગોધરા ખાતે સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેનના એસ-૬ કોચને આગ લગાડવાના બનાવની તપાસ માટે નિમાયેલા તપાસ પંચનો અહેવાલ ભાગ-૨ અને આ અહેવાલ ઉપર લીધેલા પગલાંની વિગતો ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રજૂ કરવામાં આવશે. તે ઉપરાંત કેગનો આર્થિક અને મહેસૂલ ક્ષેત્રનો અહેવાલ રજૂ કરાશે. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે […]

Continue Reading

રાજ્યમાં ‘કડક દારૂબંધી’, છેલ્લા બે વર્ષમાં રૂ. 252 કરોડનો દારૂ ઝડપાયો, સૌથી વધુ જથ્થા સાથે સુરત પ્રથમ નંબરે

રાજ્યમાં કડક દારૂબંધી હોવાની ગુલાબાંગો વચ્ચે આજે વિધાનસભામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ગૃહ મંત્રી(મુખ્યમંત્રી)એ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં રૂ.252 કરોડ 32 લાખ 52 હજાર 714ની કિંમતનો દારૂ ઝડપાયો છે. જેમાં વિદેશી દારૂની 1 કરોડ 38 લાખ 1 હજાર 558 બોટલ જ્યારે બિયરની 17 લાખ 1 હજાર […]

Continue Reading

300 ટેબ્લેટ-2690 ઈન્જેક્શન સાથે વડોદરામાંથી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયું, અમદાવાદ બીજા નંબરે

આજે મળેલા વિધાનસભા સત્ર દરમિયાન દારૂ મામલે ચોંકાવનારા ખુલાસા થવાની સાથે સાથે રાજ્યમાં ચાલતી નશીલા પદાર્થોની હેરાફેરી અંગે પણ આંચકાજનક ખુલાસો થયો હતો. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને વડોદરામાં મોટા નશીલો પદાર્થ ઝડપાયો છે. આ મામલે વડોદરા સૌથી વધુ ડ્રગ્સ સાથે પહેલા નંબર પર છે. વડોદરામાં 300 નંગ ડ્રગ્સ ટેબ્લેટ અને 2690 ડ્રગ્સના ઈન્જેક્શન ઝડપાયા […]

Continue Reading

વડોદરા ગેંગ રેપ: આરોપી છ કિ.મી. દૂર ‘ગેંગ રેપ’ આચર્યા પછી કંઈ બન્યું ન હોય તેમ રહેતા હતા

વડોદરાના નવલખી મેદાનમાં 15 દિવસ પહેલાં તરુણી ઉપર ‘ગેંગ રેપ’ના બે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪૮ કલાકમાં જ વડોદરાથી ઝડપી લીધા છે. તરસાલી વિસ્તારમાંથી કિશન માથાસુરિયા અને જશા સોલંકી નામના બે યુવકને ઝડપી લઈ પ્રાથમિક પૂછપરછ બાદ વડોદરા પોલીસને સોંપી દેવાયા છે. ગત તા. ૨૮ નવેમ્બરે રાતે સાડા આઠ વાગ્યાના અરસામાં તરુણી તેના મિત્ર સાથે […]

Continue Reading

કોઈ સંસ્થા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ શરૂ કરે તો 25 ટકા સબસીડી સરકાર આપશે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેવાડાના ગરીબ માનવીને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકારે નવી હેલ્થ પોલીસી બનાવી છે. જેમાં જે કોઇ સંસ્થા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ શરૂ કરે તેમાં ૨૫ ટકા સબસીડી રાજય સરકાર દ્વારા આપવામાં આવશે. ઉપરાંત હોસ્પિટલની વ્યવસ્થા અને વ્યવસ્થિત ચલાવવા માટે પણ આર્થિક સહયોગ પ્રદાન કરશે તેમ જણાવ્યું હતું. ભુજ ખાતે કચ્છી લેવા પટેલ […]

Continue Reading

બેન્ડવાજા, જાનૈયા, પંડિત અને ફેરા વિના જ 17 મિનિટમાં યુવક-યુવતીના લગ્ન, મહેમાનો ઘરેથી ટીફીન લઈને આવ્યા

કોઈ બેન્ડ-વાજા નહી, કોઈ વરઘોડો કે ડાન્સ-ગીત નહી, કોઈ ફેરા નહી, માત્ર ગુરુ મહારાજના ફોટો પાસે સાદા કપડામાં બેસી બેંક મેનેજર યુવક અને ડોક્ટર યુવતી 17 મિનિટની આરતીથી લગ્નગ્રંથીથી જોડાયા છે. સુરતમાં યોજાયેલા આ અનોખા લગ્નના આયોજનમાં મહેમાનો પણ ઘરેથી ટિફિન લાવી લગ્ન પ્રસંગમાં એકબીજા સાથે ભોજન કરી આ અનોખા લગ્નને ઉત્સાહી બનાવ્યા હતા. સમાજના […]

Continue Reading