નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો, ગોરા બ્રિજ કરાયો બંધ

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી 3 લાખથી વધુ કયુસેક પાણીની આવક થતા ડેમ 133.05 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. જેને કારણે નર્મદા બંધના 15 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. RBPH અને CHPH ના પાવર હાઉસ ચાલુ છે. હાલમાં ડેમમાં 3570 MCM લાઈવ સ્ટોરજ પાણીનો જથ્થો છે. ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે […]

Continue Reading

આઇઆરસીટીસી અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ તેજસ ચલાવશે, ભાડુ પણ નક્કી કરશે

રેલવે દ્વારા દિલ્હી-લખનૌ અને અમદાવાદ-મુંબઈ તેજસ ટ્રેનનું સંચાલન ઇન્ડિયન રેલવે ટૂરિઝમ એન્ડ કેટરિંગ સર્વિસ(આઇઆરસીટીસી)ને સોંપાશે. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે અમુક ટ્રેનને ખાનગી કંપનીઓ દ્વારા સંચાલન આપવાની યોજના પહેલા પરિક્ષણના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોમાં રેલવે તેમના ડ્રાઇવર અને ગાર્ડ આપશે સૂત્રો પ્રમાણે આઇઆરસીટીસીને આ ટ્રેનોમાં ભાડુ નક્કી કરવાની પરવાનગી પણ આપવામાં […]

Continue Reading

સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે દેવલોક પામ્યા

સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા છે. જીવરાજબાપુ સતાધારના 7મા મહંત હતાં. છેલ્લા થોડાક સમયથી જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. મંગળવારે સવારે જીવરાજબાપુના પાર્થિવ દેહની પાલખી યાત્રા યોજાશે. આ પાલખીયાત્રામાં મોટાભાગના સાધુ સંતો જોડાશે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જીવરાજ બાપુને સતાધારની જગ્યામાં સમાધિ અપાશે. ગત રવિવારે […]

Continue Reading

દારૂની ડિલિવરી / તમે ઓનલાઈન ફૂડ મંગાવો છો? તો ધ્યાન રાખજો દારૂ ન હોય! વડોદરાનો ચોંકાવનારો કિસ્સો

દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ નવો રસ્તો અપનાવ્યો છે. શહેરમાં લોકોને ફૂડની સાથે દારૂની પણ સુવિધા આપતો ફૂડ ડિલિવરી બોયનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા તેને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ શહેરોમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. જો કે ડિજિટલ યુગના જમાનામાં આ ટ્રેન્ડ ખોટો પણ […]

Continue Reading

નર્મદાના તટે શરૂ કરાયેલા રીવર રાફટીંગનો આકાશી નજારો આવ્યો સામે

નર્મદાના તટે પ્રવાસીઓ માટે રીવર રાફટીંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. ત્યારે આ રીવર રાફટીંગનો આકાશી નજારો અદભૂત લાગે છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલી આ તસવીર અહલાદક છે. હાલમાં જ રાજ્ય સરકારે નર્મદામાં રીવર રાફટીંગની સુવિધા શરૂ કરી કેવડિયા આવતાં પ્રવાસનના આકર્ષણમાં આગવું પીછું ઉમેરાયું છે. રીવર રાફટીંગની શરૂઆત થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી […]

Continue Reading

138 મીટર સુધી પાણી ભરવા માટે NCAની કોઈ મંજૂરીની જરૂર નથી: મુખ્યમંત્રી રૂપાણી

નર્મદા બંધનું બાંધકામ પૂરું થઈ ગયું છે એટલે 138 મીટર સુધી પાણી ભરવા માટે NCAની કોઈ મંજૂરીની જરૂર નથી. પરંતુ તકેદારી સાથે પાણી ભરવામાં આવશે. મુખ્યમંત્રીએ દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમુદાયને પાઠવી પતેતીની અગ્રીમ શુભકામનાએ.. આજે સાંજે કેવડિયા પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સમસ્ત પારસી સમુદાયને પતેતીના મુબારક પર્વની અગ્રીમ શુભકામનાઓ પાઠવી છે.એમને […]

Continue Reading

સાબરમતી રિવરફ્રન્ટના હિસાબમાં રૂ.69 કરોડનો ગોટાળો, ખાનગી કંપનીના ઓડિટરે રિપોર્ટમાં ખુલાસો કર્યો

સાબરમતી રિવરફ્રન્ટના 2018-2019ના હિસાબમાં 69 કરોડનો ગોટાળો સામે આવ્યો છે. ખાનગી કંપનીના ઓડિટર દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં રૂ. 69 કરોડ 31 લાખ 11 હજાર 476નો કોઈ હિસાબ મળ્યો નથી. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો સામે આવવાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચીફ વિજિલન્સ દ્વારા તપાસની માંગ કરી છે. વિપક્ષના આરોપ મુજબ, રૂ. 69 કરોડ […]

Continue Reading

નર્મદામાં ભારે વરસાદને કારણે ઝીરો વિઝિબિલિટી, મુખ્યમંત્રીના હેલિકોપ્ટરનું વડોદરામાં ઉતરાણ

મુખ્યમંત્રી વિજય રૂપાણી 16 અને 17 ઓગષ્ટના બે દિવસ કેવડિયાની મુલાકાતે છે. ત્યારે ભારે વરસાદને કારણે કેવડિયામાં ઝીરો વિઝિબિલિટિ છે, જેને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હેલિકોપ્ટર કેવડિયાની જગ્યાએ વડોદરામાં ઉતારવામાં આવ્યું છે. અહીંથી મુખ્યમંત્રી બાય રોડ કેવડિયા જવા રવાના થયા છે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓ અને સુરક્ષા અંગે અધિકારીઓ સાથે બેઠક કરીને આજે તમામ […]

Continue Reading

બોગસ રીતે BSFમાં ભરતી થવા માટેનું કૌભાંડ પકડાયું, ગાંધીનગરથી આ રીતે થયો પર્દાફાશ

હાલમાં દેશના ગુજરાત, દીવ-દમણ અને મહારાષ્ટ્ર રાજ્યો માટે બીએસએફમાં ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ દિલ્હીમાં લેવાયેલી લેખિત પરીક્ષા બાદ ગાંધીનગર ખાતે ફિજિકલ ટેસ્ટ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પરીક્ષા માટે 350 જેટલાં ઉમેદવારો આવ્યા હતા. આ ઉમેદવારોની ફિંગરપ્રિન્ટ અને ફોટો મેચ કરતાં 15 ઉમેદવારો બોગસ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ભરતી બોર્ડમાં […]

Continue Reading

2017માં 42 લાખના ખર્ચે રાજ્યનો સૌથી ઊંચો ફ્લેગ માસ્ટ બન્યો, આજે મનપા તિરંગો ફરકાવવાનું ભૂલી

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા રાજ્યના સૌથી ઊંચા 67 મીટરના ફ્લેગ માસ્ટ પર વડોદરા મહાનગરપાલિકા આજે સ્વતંત્રતા દિવસે તિરંગો ફરકાવવાનું ભૂલી ગઈ હતી. વર્ષ 2017માં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યના સૌથી ઊંચા ફ્લેગનું લોકાર્પણ કર્યું હતું. જેની પાછળ 42 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ટેક્નિકલ ખામી કારણે વારંવાર ફાટી જતા પાલિકા દ્વારા […]

Continue Reading