અમરેલીના ભીખુભાઈ સાઈકલ લઈ મોદીને મળવા પહોંચ્યા, વડાપ્રધાને કર્યું ટ્વીટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક ટ્વીટ કરીને સૌને ચોંકાવી દીધા છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ગુજરાતના અમરેલીના ભીખુભાઈ નામના વ્યક્તિ સાથેની તસવીરો પોસ્ટ કરી હતી અને આટલું જ નહીં પરંતુ ભીખુભાઈની અદભૂત સંકલ્પશક્તિને પણ બિરદાવી હતી. ભીખુભાઈએ આ વખતે કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં ફરી સરકાર રચાય તે માટે એક સંકલ્પ લીધો હતો અને આ […]

Continue Reading

ગ્રામ રક્ષક દળ અને હોમગાર્ડઝના જવાનોને તાલીમ અપાશે: પ્રદિપસિંહ જાડેજા

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જાળવવામાં ગ્રામ રક્ષક દળ તથા હોમગાર્ડઝના જવાનો સ્થાનિક રીત ખૂબ જ સહાયરૂપ થઇ રહ્યા છે ત્યારે તેઓને પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ તાલીમબદ્ધ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આગામી સમયમાં તેઓને કાયદો વ્યવસ્થા સંરક્ષણ માટેની સઘન તાલીમ અપાશે. આજે વિધાનસભા ખાતે છોટાઉદેપુર […]

Continue Reading

આ વર્ષે સરકાર વધુ રૂપિયા 42929 કરોડનું દેવું કરશે

ગુજરાત સરકારે રૂપિયા બે લાખ કરોડથી વધુનું બજેટ જાહેર કર્યું છે. જેમાં નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે વર્ષ દરમ્યાન વિકાસ લક્ષી ખર્ચ પાછળ જ સરકાર તેના બજેટનો મોટો ખર્ચ કરશે. એટલે કે 127560 કરોડ રૂપિયા વિવિધ વિકાસ લક્ષી યોજના પાછળ ખર્ચાશે. જ્યારે બિન વિકાસલક્ષી ખર્ચ પાછળ 56659 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જ્યારે […]

Continue Reading

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભાગૃહમાં 2019-2020ના બાકી રહેલા સમય માટેનું સુધારેલું અંદાજપત્ર રજૂ કર્યું

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભાગૃહમાં 2019-2020ના બાકી રહેલા સમય માટેનું સુધારેલું અંદાજપત્ર રજૂ કર્યું છે. બપોરે એક વાગ્યે તેઓએ અંદાજપત્ર બોલવાનું શરૂ કર્યું છે. નીતિન પટેલે કહ્યું કે આ વર્ષના બજેટમાં અને જળ વ્યવસ્થાપન ગ્રીન અને ક્લીન એનર્જી તથા પર્યાવરણ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ રોજગારના એમ પાંચ ક્ષેત્રો પર વિશેષ […]

Continue Reading

લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદના વાતાવરણમાં મોડી સાંજે અચાનક પલટો આવ્યો હતો. આજે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અમદાવાદનાં સિન્ધુભવન રોડ, એસજી હાઇવે ઉપર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદનાં કારણે અમદાવાદીઓમાં આનંદની હેલી આવી ગઇ છે અને લોકો વરસાદની મજા માણી રહ્યા છે. તો […]

Continue Reading

દારુ પર પ્રતિબંધ છતાં ગુજરાત બન્યું બીજુ ઉડતું પંજાબ

ગાંધીના ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ છે તેમ છતાં દારૂની રેલમછેલ થઈ રહી છે. તો ગાંજા જેવા નશાને પણ યુવાધન રવાડે ચઢ્યું છે. ઉડતા પંજાબ જેવી સ્થિતિ ગુજરાતમાં બની રહી છે. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. દારૂની રેલમછેલમાં મહાનગરો અગ્રેસર છે. અમદાવાદ, સુરત, રાજકોટ વડોદરા માં સૌથી વધુ દારૂ કબ્જે કરાયો છે. રાજ્ય સરકારના આંકડા […]

Continue Reading

જાણો નીતિન પટેલે બજેટમાં શું કરી જાહેરાતો

ગુજરાત વિધાનસભામાં આજે 2019-20નું બજેટ રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ દ્વારા જળ વ્યવસ્થાપન, ગ્રીન અને કલીન એનર્જી, પર્યાવરણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ રોજગારનાં પાંચ વિભાગોમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. નલ સે જલ યોજના અંતર્ગત ત્રણ વર્ષ માટે રૂપિયા 20 હજાર કરોડ ફાળવવા સાથે નવી સોલર રૂફટૉપ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત […]

Continue Reading

સુરતઃ ઉમરગામ પાણીમાં ગરકાવ, 24 કલાકમાં 12 ઇંચ વરસાદ

સતત ત્રીજા દિવસે પણ વલસાડ જિલ્લામાં વરસાદ ધમધમાટ ચાલું રહ્યો હતો. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદે જનજીવન તો ખોરવી નાંખ્યું હતું, પરતું અનેક ગામો પણ સંપર્ક વિહોણા થઇ જતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વરસાદની તોફાની બેટીંગ વાપી, વલસાડ, ધરમપુર અને પારડીમાં પણ ચાલું રહી હતી. વાપીમાં છેલ્લાં 24 કલાકમાં 8 ઇંચ, […]

Continue Reading

ગોંડલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, નદીઓમાં ઘોડાપૂર

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા આજ બપોર બાદ મેઘરાજા એ ગોંડલ પંથક માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના બંધિયા,ઘોઘાવદર,રામોદ, શ્રીનાથગઢ, કેસવાળા, મેતા ખંભાળિયા, ધરાળા, દેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. બેથી અઢી ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. અનેક નાની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તાલુકાના અનેક ગામડાઓમાં ચેકડેમ ઓવરફ્લો થયા છે. […]

Continue Reading

હવામાન / ગુજરાત સહિત મહારાષ્ટ્ર-MPમાં ભારે વરસાદનું અલર્ટ

દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને હવામાન વિભાગ દ્વારા આ ત્રણેય રાજ્યને અલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ગુજરાતમાં પણ હજુ 48 કલાક સુધી ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. તેમાં પણ ખાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના […]

Continue Reading