સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ પાકિસ્તાનનું નાક કાપ્યુ, બંને દેશોનો આંતરિક મુદ્દો કહી હસ્તક્ષેપનો કર્યો ઈનકાર

ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાનના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઇ છે. રઘવાયા થયેલા પાકિસ્તાને હવે આ મામલે હસ્તક્ષેપ કરવા સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા પાસે મદદની ગુહાર લગાવી છે. પરંતુ બંનેએ આ બાબતને ભારતનો આંતરિક મામલો ગણાવી હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એક વખત પાકિસ્તાનનું નાક કપાયું છે. મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને […]

Continue Reading

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સંસદમાં હંગામો, ઈમરાને મામલો UNમાં લઈ જવાની કરી વાત

જમ્મુ-કાશ્મીર પર સરકારના ઐતિહાસી નિર્ણયથી પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઇ છે. પાકિસ્તાને બિલનો વિરોધ કરતાં ભારત પર સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તો પાકિસ્તાનની સંસદમાં આ મુદ્દાને લઈને હંગામો થયો હતો. પોતાની અકળામણમાં પાકિસ્તાનના વડાપ્રધાને યુદ્ધની વાત તો કરી સાથે સંયુક્ત રાષ્ટ્રમાં જવાનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં ઇમરાન ખાને કહ્યું […]

Continue Reading

આર્ટિકલ 370 રદ કરવાની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકાર, કરવામાં આવી હતી આ દલીલ

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને રદ કરવાની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકાર વામાં આવી છે. અરજીમાં આર્ટિકલ 370ને હટાવવા માટે રાષ્ટ્રપતિના આદેશની અધિસુચનાને બંધારણની મૂળભાવના વિરોઘી કહેવામાં આવ્યું છે. સુપ્રીમકોર્ટમાં દાખલ કરવાં આવેલી અરજીમાં લખવામાં આવ્યું છે કે આર્ટિકલ 370 રદ કરવા માટે કરવામાં આવેલો સુધારો ગેરબંધારણીય છે. સરકાર પોતાની મનમાની અને ગેરબંધારણીય રીતે કાર્યવાહી કરે છે. […]

Continue Reading

યુએસ સહિત વિશ્વના શેરબજાર ઘટ્યા, અંબાણી સહિત 500 અમીરોની નેટવર્થ 8 લાખ કરોડ રૂપિયા ઘટી

યુએસ-ચીનની વચ્ચે ટ્રેડ વોર વધવાને કારણે અમેરિકા સહિત વિશ્વભરના શેરબજારમાં સોમવારે મોટો ઘટાડો આવ્યો છે. બ્લૂમબર્ગ બિલિનિયર ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે, આ ઘટાડાથી વિશ્વના 500 અમીરોની કુલ નેટવર્થ 117 અબજ ડોલર(8.19 લાખ કરોડ રૂપિયા) ઘટી છે. મુકેશ અંબાણીને 2.4 અબજ ડોલર(16,800 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. એમેઝોનના સીઈઓ જેફ બેજોસે સૌથી વધુ 24010 કરોડ રૂપિયા ગુમાવ્યા […]

Continue Reading

રાજ્યસભામાં બંધારણની પ્રત ફાડનાર PDP સાંસદ પર થઈ શકે છે કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને વિરોધ કરનાર અને રાજ્યસભામાં બંધારણની પ્રત ફાડનાર પીડીપીના સાંસદ ફૈયાઝ લાવે પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગૃહ મંત્રી અમિત શાહે કલમ 370 અને જમ્મુ કાશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ રજૂ કરતા વિપક્ષી પાર્ટીઓએ હોબાળો શરૂ કરી દીધો. જે બાદ રાષ્ટ્રપતિએ હોબાળો મચાવી રહેલા સાંસદોને પાછા જવાનું કહ્યુ પરંતુ કોઈપણ માન્યા […]

Continue Reading

370 નાબૂદ થવાથી અમે અમારી ઓળખ ગુમાવીઃ કાશ્મીરીઓ

કેન્દ્ર સરકારના 370 નાબૂદ કરવાના પગલાં સામે જમ્મુ-કાશ્મીરના લોકો વિરોધનો સૂર પ્રગટ કર્યો છે. રાજ્યના લોકનું માનવું છે કે, રાજ્યમાં 370 કલમ નાબૂદ થવાથી મુસ્લિમ બહુમતીની ઓળખ હવે બદલાઈ શકે છે. 370 નાબૂદ થવાથી અમે અમારી ઓળખ ગુમાવી દીધી છે. શ્રીનગરના 50 વર્ષીય ફારુક અહેમદે કહ્યું કે, અમે આ નિર્ણયથી સ્તબ્ધ છીએ અને અમને નિરાશા […]

Continue Reading

‘એક ધ્વજ, એક રાષ્ટ્ર, એક દેશ, એક બંધારણ’

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરતાં જ ટ્વીટર પ્લેટફોર્મ ‘એક ભારત’, ‘ગ્રેટ ઈન્ડિયા’ અને ‘એક ધ્વજ, એક રાષ્ટ્ર, એક દેશ, એક બંધારણ’ જેવા સૂત્રોથી છલકાઈ ગયું છે. ઉપરાંત ટ્વીટર મિશ્ર ટ્વીટ પણ થઈ રહ્યાં છે. એક ટ્વીટર યુઝર્સે ટ્વીટ કર્યું કે, ‘ઐતિહાસિક પગલું. સાચા અર્થમાં સફળ. રાષ્ટ્રીય એકતા મજબૂત થશે.’ અન્ય […]

Continue Reading

હવે જમ્મુ કાશ્મીરમાં દિલ્હી જેવી વિધાનસભા બનશે

મોદી સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવવાના નિર્ણય બાદ કાશ્મીરમાં શું બદલાવ આવશે તે પણ જાણવા જેવુ છે. મોદી સરકારના નિર્ણયના પગલે હવે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે.જ્યાં દિલ્હીની જેમ વિધાનસભાની ચૂંટણીઓ થશે પણ સરકારના સંચાલનમાં એલજી એટલે કે લેફટનન્ટ ગર્વનરની દખલગીરી વધશે.જ્યારે લદ્દાખને પણ કેન્દ્રશ શાસિત પ્રદેશનો દરજ્જો અપાયો […]

Continue Reading

કાશ્મીર મુદ્દે ભારતના નિર્ણય પર પાકિસ્તાનમાં હડકંપ, કહ્યું, ભારત ખતરનાક ખેલ ખેલી રહ્યું છે

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ-370 પર મોદી સરકારના નિર્ણયથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. આ નિર્ણયથી પાકિસ્તાનના શેર બજારમાં કડાકો બોલ્યો છે. જ્યારે ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદીય કાર્ય સમિતિની બેઠક બોલાવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાને ભારતને ચેતવતા કહ્યું કે, ભારત ખૂબ ખતરનાક ખેલ ખેલી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં તેની ભયાનક અસર થઇ […]

Continue Reading

બિલ પાસ થતા જ કાશ્મીરમાં શરૂ થઈ મોટી કાર્યવાહી, મહેબુબા-ઉમર પર બોલાવ્યો સપાટો

મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદીત એવી 370 અને 35A હટાવી દીધી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષા મહેબુબા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્લ્દુલ્લાની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેબુબા મુફ્તીને ગઈ કાલે રાત્રે જ નજર કેદ કરવામાં આવ્યા હતાં.પરંતુ આજે તેમની ધરપકડ કરવામાં […]

Continue Reading