ટ્રમ્પના ‘પરત જાઓ’ ટ્વીટ પછી અમેરિકામાં મંદિર પાસે પૂજારી પર હુમલો

ન્યૂયોર્કના ફ્લોરેલ પાર્કમાં એક મંદિર પાસે એક હિંદૂ પુજારી પર 52 વર્ષીય શખ્સે હુમલો કર્યો હોવાની એક ઘટના બની છે. એણે પોતાનો ધાર્મિક પોશાક પહેર્યો હતો. અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર, સ્વામી હરીશ ચંદ્ર પુરીએ કહ્યું કે, ગુરુવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11 કલાકે એ પોતાના ધાર્મિક વસ્ત્રમાં શિવશક્તિ પીઠ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે […]

Continue Reading

લાખો સપનાઓ પહોંચશે ચંદ્ર પર, સોમવારે ચંદ્રયાન-2 લોન્ચ થશે: ઈસરો

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા ‘બાહુબલી’ નામના જીએસએલવી માર્ક-3 રોકેટનું રિહર્સલ સંપન્ન થયું છે અને આ સાથે ઈસરોએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે લાખો સપના ચંદ્ર પર જશે, ચંદ્રયાન-2 આજે લોન્ચ થશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે, સોમવારે બપોરે 2.43 વાગ્યે ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવશે. અગાઉ 15 જુલાઈએ જ ચંદ્રયાન-2 લોન્ચ થવાનું હતું પરંતુ અંતિમ […]

Continue Reading

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રસ નેતા શિલા દીક્ષિતનું નિધન

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સિનિયર નેતા શિલા દીક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેઓ સૌથી વધારે 1998 થી 2013 સુધી 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યાં છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી બિમાર હતા અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શિલા દીક્ષિત 1998 થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યાં. આ ઉપરાંત તેઓ […]

Continue Reading

6 રાજ્યપાલોની નિમણૂંક, આનંદીબેનની ઉત્તરપ્રદેશના ગર્વનર તરીકે બદલી

મોદી સરકારની બીજી ઈનિંગમાં 6 રાજ્યપાલોની નિમણૂંક કરવામાં આવી છે. આ પૈકી કેટલાક રાજ્યપાલોની બદલી કરાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલ બનાવાયા છે જ્યારે જગદીપ ધનખડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલની જવાબદારી અપાઈ છે. યુપીના રાજ્યપાલ રામ નાઈકને મોદી સરકારે બીજી કોઈ જવાબદારી આપી નથી. હાલમાં આનંદીબેન મધ્યપ્રદેશના રાજ્યપાલ છે. તેમની બદલી યુપીના રાજ્યપાલ […]

Continue Reading

ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

અમેરિકાના એક સર્વોચ્ચ કમાન્ડરે ભારત દ્વારા રશિયા સાથે કરવામાં આવેલી એસ-400 મિસાઇલ ડીફેન્સ સિસ્ટમની ડીલ સામે વાંધો ઉઠાવ્યો છે. અમેરિકન નેવીની ઇન્ડો-પેસેફિક કમાનના કમાન્ડર એડમિરલ ફિલિપ ડેવિડસને કોલારાડોમાં એસ્પન સિક્યોરિટી ફોરમને જણાવ્યું કે ભારત એસ-400 સિસ્ટમ મેળવવા માંગે છે. આ રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ છે. જે થોડીક સમસ્યા છે. પરંતુ અમે વાતચીત ચાલુ રાખીશું. એડમિરલે […]

Continue Reading

કાશ્મીરી પંડિતોને પુર્નવાસ માટે અમિત શાહની તૈયારીઓ પૂરી: સૂત્રો

ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના પુર્નવાસ માટે યોજનાબદ્ધ તૈયારી કરી રહ્યા છે. ગૃહ મંત્રાલયના સત્તાવાર સૂત્રો મુજબ અમિત શાહે આ મામલે વિતેલા એક મહિનામાં અનેક બેઠકો યોજી છે. રાજ્યમાં સક્રિય રણનીતિ સાથે બહારના અને અંદરના આતંકવાદને નિપટાવતા ગૃહમંત્રી કાશ્મીરી પંડિતોના પુર્નવાસ માટે પ્રયત્નશીલ છે. કાશ્મીરમાં 1989 પછી શરુ થયેલા ઉગ્રવાદી […]

Continue Reading

ભારત સાથેેનો એરસ્પેસ બંધ કરવાથી પાક.ને રૃ. ૮૫૦ કરોડનું નુકસાન

ફેબુ્રઆરીમાં બાલાકોટ એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને ભારત સાથેનો એરસ્પેસ બંધ કરી દેતા તેને ૮૫૦ કરોડ રૃપિયા(પાંચ કરોડ ડોલર) રૃપિયાનું નુકસાન થયું છે તેમ પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન પ્રધાને જણાવ્યું છે. પુલવામા હુમલા પછી ભારતીય એરફોર્સે બાલાકોટમાં જૈશે મોહંમદના આતંકી કેમ્પને ઉડાવી દેતા પાકિસ્તાને ૨૬ ફેબુ્રઆરીના રોજ પોતાનો એરસ્પેસ બંધ કરી દીધો હતો. પાકિસ્તાને મંગળવાર સવારે તમામ […]

Continue Reading

15 કરોડ યૂઝર્સનાં ચહેરા-નામ સુધી પહોંચ ધરાવતી FaceAppથી સાવધ રહેવું જોઈએ?

વિશ્વભરમાં ‘ફેસઍપ’ ધમાલ મચાવી રહી છે. આ ઍપ થકી લોકો પોતાની વૃદ્ધાવસ્થાની સંભવિત તસવીર જોઈ શકે છે. સોશિયલ મીડિયા પર ફેસઍપની તસવીરો ધડાધડ પોસ્ટ કરાઈ રહી છે. આ ઍપ કોઈ પણ વ્યક્તિની તસવીરને કૃત્રિમ રીતે વૃદ્ધ વ્યક્તિના ચહેરામાં ફેરવી દે છે. જોકે, તમને તમારી વૃદ્ધાવસ્થાની તસવીર જેટલી રોમાંચક લાગે છે એટલું જ જોખમ પણ નોતરે […]

Continue Reading

કંગાળ પાકિસ્તાન : ઈમરાન ખાન ટ્રમ્પને મળવા ચાર્ટર પ્લેનની જગ્યાએ ફ્લાઈટમાં જશે

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન 21થી 23 જૂલાઈ અમેરિકાના પ્રવાસે જવાના છે. અમેરિકા-પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સંબંધો વચ્ચે ઈમરાનખાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરશે. જોકે કંગાળ બની ગયેલા પાકિસ્તાને ખોટા ખર્ચ પર કાપ મુકાવના અભિયાનને પગલે ઈમરાન ખાને એક નવું પગલું ભર્યું છે. પાકિસ્તાની મીડિયાની માહિતી મુજબ ઈમરાન ખાન ચાર્ટર પ્લેનને બદલે કોમર્શિયલ ફ્લાઈટથી અમેરિકા જશે. […]

Continue Reading

ચન્દ્રયાન-2ની ટેકનિકલ ખામી દૂર, હવે 22 જુલાઇએ લોન્ચ કરાશે : ઇસરો

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ પોતાના જિયોસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક-3(જીએસએલએવી માર્ક-3 )માં આવેલી ટેકનિકલ ખામીને દૂર કરી લીધી છે. હવે ચન્દ્રયાન-2નું લોન્ચિંગ 22 જુલાઇ બપોરે 2.43 વાગ્યે કરવામાં આવશે. રોકેટની સ્થિતિ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ઇસરોના અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે, ખામીને દૂર કરવામાં આવી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું […]

Continue Reading