આધાર સંશોધન બિલ લોકસભામાં પાસ, બેન્ક ખાતા માટે આધાર ફરજીયાત નહીં

લોકસભામાં આધાર સંશોધન બિલ 2019 પાસ થઈ ગયું છે. કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે આધાર સંશોદન બિલ, 2019 રજૂ કર્યું અને વિપક્ષના એક સભ્યની આપત્તિને ફગાવતા કહેવામાં આવ્યું કે, આમાં કાયદાનું અનુપાલન કરવામાં આવ્યું છે. આ બિલમાં નાગરીકોની પ્રાઈવેસી સુરક્ષિત રાખવા અને દુરઉપયોગ રોકવા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બેન્કો અને […]

Continue Reading

મજૂરી કરીને ચલાવતી હતી ગુજરાન, આવકવેરા વિભાગે છાપો માર્યો તો નિકળી કરોડો રૂપિયાની મિલકત

સંજુ દેવી મીના જે મજદૂરી કરીને વેતન કમાવે છે અને તેના બે બાળકોને પાળવાળી મહિલા 100 કરોડ રૂપિયાની મિલકત ધારક નિકળી. આવકવેરા વિભાગે તેની જાહેરાત કરતી વખતે મિલકત કબજે કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આવકવેરા અધિકારીઓ જયપુર-દિલ્હી હાઇવે પર સ્થિત દંડ ગામ નજીક આ જમીનોની અધિકારક્ષેત્ર હેઠળ પોતાના કબ્જામાં લઈ રહ્યા છે. આ કાર્ય ‘અનામી […]

Continue Reading

ઓડિશામાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ, લાખો શ્રદ્ધાળુઓએ લીધો લાહવો

ઓડિશાની તીર્થ નગરી પુરીમાં રથયાત્રા મહોત્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી. ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામે થયા હતા. રાત્રે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ ગુંડિચા દેવીના મંદિરે પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથના માસીનું ઘર ગુંડિચા દેવીનું મંદિર છે. હવે અહીં તેઓ એક સપ્તાહ માટે રોકાણ કરશે. આ દરમિયાન રથયાત્રામાં સામેલ થવા સમગ્ર દેશમાંથી અને […]

Continue Reading

દેશમાં 16 કરોડ શરાબનો, 3.1 કરોડ લોકો ભાંગનો નશો કરે છેઃકેન્દ્ર

દેશમાં શરાબ તથા ભાંગ સહિત નશીલી ચીજવસ્તુઓના નશો કરનાર લોકોની સંખ્યા વધી રહી છે. સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં તમામ પક્ષોના સાંસદો દ્વારા બાળકોમાં નશાની વધતી આદત પર ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે એક સર્વેક્ષણના હવાલાથી જણાવ્યું કે, ભારતમાં 16 કરોડ લોકો આલ્કોહોલ અને 3.1 કરોડ લોકો ભાંગ ઉત્પાદનોનું સેવન કરે છે. […]

Continue Reading

કુલભૂષણ જાધવ મામલે ICJ આ મહિનાના અંત સુધીમાં સંભળાવી શકે છે નિર્ણય

જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આ મહિનાના અંત સુધીમાં નિર્ણય સંભળાવી શકે છે. ન્યૂઝ એજન્સીએ સુત્રોના હવાલેથી જાણકારી આપી છે કે આ મહિનાના અંત સુધીમાં જાધવના મામલામાં નિર્ણય આવી શકે છે. જો કે, વિદેશ મંત્રાલયે આ વિશે સ્પષ્ટ જાણકારી આપવાની મનાઇ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે […]

Continue Reading

વર્લ્ડ કપ માટે અવગણના બાદ અંબાતી રાયડૂએ નિવૃત્તિ જાહેર કરી

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં અવગણના પામેલા બેટ્સમેન અંબાતી રાયડૂએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે આ વાત જાહેર કરી હતી. 33 વર્ષીય મિડલ ઓર્ડર બેટ્સમેન રાયડૂને વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો પરંતુ ઓલ-રાઉન્ડર વિજય શંકર ઈજાગ્રસ્ત થયો હોવા છતાં તેની અવગણના […]

Continue Reading

ઉત્તર પ્રદેશ: 200થી વધારે અધિકારીઓને દબાણપૂર્વક નિવૃત્તીની ફરજ

ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકારની ઝુંબેશ હેઠળ ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં 200થી વધારે અધિકારીઓને દબાણપૂર્વક નિવૃત્તી લેવાની ફરજ પાડી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદોમાં સરકાર અત્યાર સુધી 600થી વધારે સરકારી અધિકારીઓ પર કાર્યવાહી કરી ચૂકી છે. જેમાં 400થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓના પ્રમોશન રદ કરી બીજી જગ્યાએ મોકલી દેવામાં આવ્યા છે. આ અધિકારઓમાં મોટેભાગે IAS અને […]

Continue Reading

પુલવામા હુમલામાં સામેલ પાંચ પૈકી 4 આતંકી ઠાર કરાયા, 1ની ધરપકડ

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ મંગળવારે લોકસભામાં કહ્યું કે, પુલવામા આતંકી હુમલામાં સામેલ પાંચ આતંકવાદી પૈકી ચારને ઠાર કરાયા છે, જ્યારે એક આતંકવાદીની સુરક્ષા દળોએ ધરપકડ કરી છે. જી.કિશન રેડ્ડીએ એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)ની તપાસમાં આ હુમલામાં પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યૂલના તાર જોડાયેલાં હોવાનો ખુલાસો થયો છે, જેણે હુમલાનું ષડયંત્ર […]

Continue Reading

ભારત સરકારને માલ્યાનો સંદેશ- ‘મારી પાસે પૈસા છે, પ્લીઝ લઈ લો’

કોર્ટમાં જતા પહેલા વિજય માલ્યાએ પત્રકારોને એવું જણાવ્યું કે અમારી સામે કાનૂની રીતે આગળ વધવાનો વિકલ્પ છે. મારી પાસે અનુભવી કાનૂની સલાહકારોની ટીમ છે જે મારા હિતોની રક્ષા કરશે. હું કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છું. હવે ફક્ત જોવાનું છે કે પ્રત્યર્પણ કેવી રીતે થશે. માલ્યાએ કહ્યું કે પરિવારમા દરેક સકારાત્મક મહેસૂસ કરી રહ્યાં છે. […]

Continue Reading

અમેરિકી સંસદે ભારતને આપ્યો ખાસ દરજ્જો

અમેરિકી સંસદે ભારતને નાટો દેશોની સમકક્ષ દરજ્જો આપનારા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે સંરક્ષણ સંબંધોના મામલે અમેરિકા ભારતની સાથે નાટોના સહયોગી દેશોની જેમ ડીલ કરશે. આગામી નાણાકીય વર્ષ 2020 માટે નેશનલ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશન એક્ટને અમેરિકી સેનેટને ગત સપ્તાહ મંજૂરી આપવામા આવી હતી. આ પ્રકારે આ બિલમાં સંશોધન પ્રસ્તાવને મંજૂરી પણ મળી ગઈ છે. સેનેટર જોન […]

Continue Reading