વસુલાત માટે વિજય માલ્યાના 1000 કરોડના શેર વેચવા કોર્ટની લીલી ઝંડી

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળની કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. કોર્ટે વિજય માલ્યાની માલિકીના લગભગ 1000 કરોડ રુપિયાની કિંમતના શેર વેચવા માટે મંજુરી આપી દીધી છે.આ શેર યુનાઈટેડ બ્રેવરીઝમાં માલ્યાના હિસ્સાના છે.જે કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા લિક્વિડેટર દ્વારા વેચવાના હતા. જેની સામે માલ્યાએ પિટિશન ફાઈલ કરી હતી.જોકે માલ્યાની પિટિશન કોર્ટે ફગાવી દીધી […]

Continue Reading

ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસેથી બાકી નિકળતા 40 કરોડ રુપિયા લેવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટ કિપર એમ એસ ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસેથી બાકી નિકળતા 40 કરોડ રુપિયા લેવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આમ્રપાલી ગ્રુપ પર એમ પણ હજારો લોકોને ઠગવાનો આરોપ છે ત્યારે ધોનીએ કરેલા કેસથી તેની મુશ્કેલીઓ વધી શકે છે. 2009માં ધોની આ ગ્રુપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો.તેની સાથે તે 6 વર્ષ જોડાયેલો […]

Continue Reading

પાકિસ્તાને ભારત વિરુદ્ધ લડાકૂ વિમાન F-16નો કર્યો હતો ઉપયોગ

ભારત તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક બાદ ભારતીય ફાઈટર જેટના હુમલાના જવાબમાં પાકિસ્તાને એફ-16 ફાઈટર જેટનો ઉયોગ કર્યો જેને લઈ પાકિસ્તાનનું જૂઠ બેનકાબ થઈ ગયું છે. ભારત તરફથી એર સ્ટ્રાઈકના એક દિવસ બાદ 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે પાકિસ્તાને એફ-16નો ઉપયોગ નહોતો કર્યો. પરંતુ હુમલાના પાંચ દિવસ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી […]

Continue Reading

ખાનગી કોમ્પિટિશને જેટનો ખર્ચ વધાર્યો અને કંપની બીજી વખત આર્થિક સંકટમાં આવી

26 વર્ષ જૂની જેટએરવેઝને બીજી વખત આર્થિક સંકટમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ વખતે ફાઉન્ડર અને ચેરમેન નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ગોયલે એરલાઈનના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. અગાઉ 2013માં આર્થિક સંકટના સમયે જેટને અબૂ ધાબીની એતિહાદ એરવેઝને 24 ટકા શેર વેચવા પડ્યા હતા. ભાસ્કર પ્લસ એપે એવિએશન એક્સપર્ટ હર્ષવર્ધન અને એવિએશન ડિપાર્ટમેન્ટના […]

Continue Reading

અરુણાચલને ચીનનો હિસ્સો નહીં બતાવતા 30,000 નકશાઓ નષ્ટ

ચીનના કસ્ટમ ઓફિસીયલે દુનિયાના એવા 30,000 નકશાઓ નષ્ટ કરી નાખ્યા છે, જેમાં અરુણાચલ પ્રદેશને ચીનની સીમમાં બતાવવામાં આવ્યો ના હતો. ચીન, ભારતના નોર્થ ઈસ્ટ રાજ્ય અરુણાચલ પ્રદેશને સાઉથ તિબ્બતનો હિસ્સો ગણાવે છે. તેની સાથે સાથે તેઓ ભારતના દાવાને પણ રદ કરતા આવ્યા છે. તેની સાથે ચીન હંમેશા આ વાતથી પણ નારાજ રહ્યું છે કે આખરે […]

Continue Reading

પાકિસ્તાનના ધર્મપરિવર્તન કેસમાં વળાંક, છોકરીઓએ કહ્યું અમારી મરજીથી ધર્મ બદલ્યો

પાકિસ્તાનમાં બે હિંદુ છોકરીઓના કથિત અપહરણ અને બાદમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તનની ઘટના ઇસ્લામાબાદ હાઈકોર્ટ સુધી પહોંચી ગઈ છે. આ મામલે મંગળવારે વળાંક આવ્યો કે જ્યારે બન્ને છોકરીઓએ ઇસ્લામાબાદમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કહ્યું કે તેમની ઉંમર 18 વર્ષ અને 20 વર્ષ થઈ ગઈ છે અને તેમણે પોતાની મરજીથી ઇસ્લામ અંગીકાર કર્યો છે. બીબીસી સંવાદાતા ફરહાન રફીએ જણાવ્યું કે બન્ને […]

Continue Reading

જો તમારું ખાતું HDFC બેંકમાં હશે તો આ એપ ખાલી કરી દેશે તમારું ખાતું

એચડીએફસી બેંકે તેના ખાતાધારકોને એલર્ટ કર્યા છે. ખાનગી ક્ષેત્રની પ્રમુખ બેંક એચડીએફસી બેંકે તેમના ગ્રાહકોને એસએમએસ અને ઇમેઇલ મોકલીને એલર્ટ કર્યા છે. બેંકે તેના એકાઉન્ટ ધારકોને એલર્ટ કરતા કહ્યું કે ભૂલથી પણ તેઓએ AnyDesk નામનું મોબાઇલ એપ ડાઉનલોડ કરવું નહીં. તમારી આ ભૂલ તમારા બેંક એકાઉન્ટને એક ઝટકામાં ખાલી કરી શકે છે. બેંક પહેલા આરબીઆઇએ […]

Continue Reading

ટ્રમ્પની બોર્ડર વોલ માટે 1 બિલિયન ડોલરની મંજૂરી

અમેરિકી રક્ષા વિભાગે ડોનાલ્ડ ટ્રમ્પની બોર્ડર વોલ માટે 1 બિલિયન ડોલરની રકમને મંજૂરી આપી દીધી છે. પેન્ટાગોનના એક્ટિંગ ચીફ પેટ્રિક શાહનન ઘ્વારા સોમવારે આ બાબતે જાણકારી આપવામાં આવી હતી. તેમને જણાવ્યું કે તેમના તરફથી અમેરિકા અને મેક્સિકો સીમા પર બનવા વાળી દીવાલ માટે 1 બિલિયન ડોલર ના ફંડને મંજૂરી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ […]

Continue Reading

ઈમરાન ખાને કાશ્મીરી પંડિતો માટે પાવન શારદા પીઠને આપી લીલી ઝંડી

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તરફથી કાશ્મીરી હિંદુઓની ભાવનાને ધ્યાનમાં રાખી શારદા પીઠકોરિડોર ખોલવાનો ફેસલો લીધો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી છ. આ કોરિડોર ખોલવા માટે કાશ્મીરી હિંદુ પાછલા કેટલાય વર્ષથી માંગ કરી રહી હતી. પાછલા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે કરતારપુર કોરિડોર બાદ અહીં સ્થિત હિંદુઓ માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો […]

Continue Reading

હવે ભારત પાસે પણ લાદેનને મારવા માટેના ઑપરેશનમાં વપરાયેલા ચિનુક હેલિકૉપ્ટર છે.

2 મે, 2011ની રાતે પાકિસ્તાનના એબટાબાદમાં 11 વાગી ચૂક્યા હતા. બિન લાદેનનો આખો પરિવાર ઊંઘી ગયો હતો. એ જ વખતે અમેરિકન નૅવી સીલની ટીમ બે બ્લૅક હૉક હેલિકૉપ્ટરમાં ચઢવાની તૈયારી કરી રહી હતી. અડધા કલાક બાદ બન્ને હેલિકૉપ્ટર અફઘાનિસ્તાનના જલાલાબાદ સૈનિક ઍરપૉર્ટથી પૂર્વ પાકિસ્તાનની સરહદ તરફ ઊડી નીકળ્યા. એ ટીમને અમેરિકા માટે ‘મૉસ્ટ વૉન્ડેટ’ બિન લાદેનને […]

Continue Reading