મુંબઈમાં મોનોરેલનો બીજો તબક્કો માર્ચથી શરૂ થશે

મોનોરેલનો વડાલાથી જૅકોબ સર્કલ સુધીનો બીજો તબક્કો માર્ચમાં શરૂ કરવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમૅન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ લીધો છે. આ અંગે એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મોનોરેલના સ્પેર પાર્ટ્સ વિદેશથી મુંબઈમાં દાખલ થઇ ગયા છે. જે હાલમાં જેએનપીટીમાં છે. એકાદ બે દિવસમાં તે મોનોરેલના વડાલા ખાતેના કારશેડમાં આવી જશે. હાલમાં ખોટકાયેલી પડેલી મોનોરેલ પૈકી […]

Continue Reading

રિલાયન્સ કોમ્યું.માં વધુ 28 ટકાનો કડાકો

રિલાયન્સ કોમ્યુનિકેશમાં સતત બીજા સત્રમાં પણ વેચવાલીનો દોર ચાલુ રહેતા તે વધુ 28 ટકાનો કડાકો નોંધાયો હતો. મંગળવારે આરકોમ 27.95 ટકાના કડાકા સાથે અંતે રૂ. 5.44ની સપાટીએ સ્થિર થયો હતો. આ સત્રમાં પણ ગુપની અન્ય કંપનીઓના શેરમાં ઘટાડો આગળ વધ્યો હતો. એ નોંધવું રહ્યું કે, સોમવારે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ના શેર્સમાં 48 ટકાનું ગાબડું પડ્યું હતું […]

Continue Reading

મગફળીના સ્ટોકના નિકાલ માટે બેઠક

નાફેડ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ મગફળીના સ્ટોકના નિકાલ માટે ઈન્ડિયન ઑઈલસીડ્સ ઍન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (આઈઓપીઈપીસી) અને નેશનલ એગ્રિકલ્ચરલ કૉઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (નાફેડ) સંયુક્તપણે મગફળીનાં મિલિંગ ઉદ્યોગ સાથે બેઠક યોજશે. આગામી નવમી ફેબ્રુઆરીના રોજ સવારે 10.30 કલાકે જૂનાગઢ ખાતે જૂનાગઢ કૃષિ વિદ્યાપીઠની વેટર્નરી સાયન્સ ઍન્ડ એનિમલ હસબન્ડરી ફેકલ્ટીનાં સેમિનાર હૉલમાં આ બેઠકનું […]

Continue Reading

કોલકાતાના પોલીસ કમિશનરે CBI સમક્ષ હાજર થવું જોઇએઃ સુપ્રીમ કોર્ટ

લોકસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળ રાજકીય અખાડો બની ગયું છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સીબીઆઇની યાચિકા પર સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ મહેતાને સીબીઆઇની તપાસમાં સહયોગ આપવા કહ્યું છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આદેશ આપ્યો છે કે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારે સીબીઆઇ સામે હાજર થવું જોઇએ. જોકે આ દરમિયાન સીબીઆઇ […]

Continue Reading

હિમાચલમાં ભારે બરફવર્ષા અને વરસાદની ચેતવણી

હિમાચલ પ્રદેશમાં આ સપ્તાહ દરમિયાન ઊંચાઇવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે બુધવારે ભારે બરફવર્ષા થશે. પાટનગર દિલ્હીમાં સવારમાં ધુમ્મસને કારણે વિમાન વ્યવહારમાં અસર થઇ હતી. હિમાચલના કુલ્લુ, ચંબા, લાહોલ અને સ્પિત, શિમલા, કાંગરા જિલ્લાઓમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી […]

Continue Reading

મેહુલ ચોક્સી અંગે મોદી સરકારનો નવો દાવો

કરોડો રૃપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા મેહુલ ચોક્સીએ ભારતની નાગરીક્તાને જતી કરી છે જ્યારે એન્ટીગુઆની નાગરીક્તા અપનાવી લીધી છે. આ સ્થિતિ વચ્ચે સરકારે દાવો કર્યો છે કે મેહુલ ચોક્સી હજુ પણ ભારતનો જ નાગરીક છે અને તેને કોઇ પણ સંજોગોમાં ભારત લાવવામાં આવશે. મેહુલ ચોક્સી અને નિરવ મોદી બન્નેએ પંજાબ બેંક પાસેથી ૧૫ હજાર […]

Continue Reading

હિમાચલ પ્રદેશના કાંગરામાં બસ ખાઇમાં પડતાં ૩૩ ઘાયલ

હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં ગોપાલપુરમાં મંગળવારે એક ખાનગી બસ ખાઇમાં પડી જતાં ૩૩ મુસાફરોને ઇજા થઇ હતી, એમ જિલ્લાના અધિકારીઓએ કહ્યું હતું. ઘાયલોમાં ૧૧ની હાલત ગંભીર હતી. દસ ઘાયલોને ટાન્ડા મેડિકલ કોલેજ મોકલાયા હતા જ્યારે એક જણને પાલમપુરની હોસ્પિટલે ખસેડાયા હતો. સાઘારણ રીતે ઘાયલ થયેલાઓને ગોપાલપુરની હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. જવાહર બસ સર્વિસની બસ ગોપાલપુર […]

Continue Reading

પાકિસ્તાનના બે લશ્કરી અધિકારી સામે વોરન્ટ

મહારાષ્ટ્રની જિલ્લા સેશન્સકોર્ટે ૨૬ નવેમ્બરના આતંકવાદી હુમલા પ્રકરણે પાકિસ્તાનના બે અધિકારીઓ સામે બિનજામીનપાત્ર વારન્ટ જારી કર્યું છે. જેમના નામે આ વોરન્ટ જારી કરાયા છે તેમાં મેજર અબ્દુલ રહેમાન પાશા અને મેજર ઈકબાલ છે. આ પ્રકરણે સરકારી સાક્ષી બનેલા અમેરિકામાં જન્મેલા લશ્કરે-તૈયબાના આતંકવાદી ડેેવિડ કોલમેન હેડલી પાસેથી મળેલી સૂચનાને આધારે સરકારી પક્ષનું માનવું છે કે મેજર […]

Continue Reading

નવાબ મલિકને અણ્ણા હઝારેએ માનહાનિની નોટિસ ફટકારી

રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા નવાબ મલિકે સામાજિક કાર્યકતા અણ્ણા હજારે પૈસા લઈને ઉપવાસ કરતા હોવાનો આરોપ કર્યો હતો. આ નિવેદનને લઈને હજારેએ પોતાની બદનામી અને ફોજદારી કાર્યવાહીની કાયદેસરન નોટિસ મલિકને મોકલાવી છે. નવાબ મલિકે એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં હજારે સંઘના એજન્ટ હોવાનો આરોપ કર્યો હતો.  ગુરુવારે સાંજે એનસીપીના નેતાને હજારેએ મુલાકાત પણ નકારી હતી. ત્યાર બાદ […]

Continue Reading

આઇઓસીનો ચોખ્ખો નફો 91 ટકા ઘટ્યો

જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડાને કારણે ફટકો પડતાં ડિસેમ્બર ક્વાર્ટરના ચોખ્ખા નફામાં 91 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2018-19ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં કંપનીએ રૂ. 716.82 કરોડનો નફો નોંધાવ્યો છે. વર્ષ અગાઉ સમાન સમયગાળામાં કંપનીએ રૂ. 7,883.22 કરોડના નોંધાવેલા નફા સામે 90.9 ટકાનો ઘટાડો દર્શાવે છે. જોકે, કંપનીનું ટર્નઓવર […]

Continue Reading