નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલી હિંસાથી રેલવેને 88 કરોડનું નુકસાન

નાગરિકતા અંગેના નવા કાયદાના વિરોધમાં કર્ણાટકમાં થયેલી હિંસાના પગલે ભારતીય રેલવેને 88 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં કર્ણાટક પોલીસે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા સિદ્ધારામૈયાને કાયદેસરની નોટિસ મોકલી હતી. દરમિયાન આજે સવારે રાજ્યના મુખ્ય પ્રધાન યેદીયુરપ્પા મેંગલોર જવા રવાના થયા હતા. એ પહેલાં તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું […]

Continue Reading

હાઇકોર્ટનો સરકારને આદેશ- મરી ગયેલા ચારેય આરોપીઓનું દિલ્હી એમ્સના મેડિકલ બોર્ડ દ્વારા ફરી PM કરાવો

તેલંગાણા હાઇકોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરમાં મોતને ભેટેલા દુષ્કર્મ અને હત્યાના ચારેય આરોપીઓનું ફરી પોસ્ટમોર્ટમ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે શનિવારે કહ્યું કે રાજ્ય સરકાર તેના માટે દિલ્હી એમ્સને એક મેડિકલ બોર્ડ બનાવવાની અપીલ કરે જેમાં ત્રણ ફોરેન્સિક એક્સપર્ટ્સ સામેલ હોય. આ પહેલા સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટરની તપાસ માટે એક આયોગનું ગઠન કરીને મૃતદેહોને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો […]

Continue Reading

નિયંત્રણ રેખા પર સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતની વળતી કાર્યવાહીમાં 2 પાકિસ્તાની સૈનિક ઠાર

પાકિસ્તાની સેનાએ શનિવારે જમ્મૂ-કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. રાજૌરી જિલ્લાના કેરી બટાલ અને સુંદરબની સેક્ટરમાં LoC પર પાકિસ્તાન તરફથી મોર્ટાર છોડવામાં આવ્યા હતા. રક્ષામંત્રાલયના સૂત્રો પ્રમાણે ભારતીય સેનાએ પણ આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિક ઠાર થયા હતા. પીઓકે સ્થિત નીલમ ઘાટીની ચોકીઓમાંથી શુક્રવારે રાત્રે પણ ભારતીય સીમામાં ફાયરિંગ થયું હતું. […]

Continue Reading

પૂર્વાયોજિત હિંસાથી સળગ્યું શહેર, 3 વિસ્તારોમાંથી લોકો પલાયન કરી રહ્યાં છે, મહિલાઓએ મસ્જિદમાં શરણ લીધી

ઉત્તરપ્રદેશના કાનપુરમાં શનિવારે પણ આગચંપીની ઘટનાઓ સામે આવી હતી. નાગરિકતા કાયદાના વિરોધમાં શુક્રવારે પણ શહેરમાં હિંસા થઇ હતી. 1992ના રમખાણો બાદ કાનપુરની આબોહવામાં ટેન્શન છે. સ્થાનિકો આ હિંસાને પૂર્વાયોજિત કાવતરૂ ગણાવી રહ્યાં છે. બાબૂપુરવા, મુંશીપુરવા, બેગમપુરવામાં સુરક્ષાદળો ચુસ્ત છે. મોટાભાગના ઘરોમાં તાળા લટકે છે. અહીંથી લોકો નજીકના સંબંધી અને પરિચિતોના ઘરે ડેરો નાખવા પહોંચી ગયા […]

Continue Reading

ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધી દેવુ માફ થશે, આગામી માર્ચથી તેની પ્રક્રિયા શરૂ થશેઃ મુખ્યમંત્રી ઠાકરે

મહારાષ્ટ્રમાં ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધી દેવુ માફ થશે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે વિધાનસભામાં આ અંગે જાહેરાત કરી હતી. ઉદ્ધવ મુખ્યમંત્રી બન્યા બાદ સરકારે ખેડૂતોના હિતમાં લીધેલો આ સૌથી મોટો નિર્ણય છે. આ વર્ષે ચોમાસાની વિદાય સમયે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. રાજ્યમાં ભારે વરસાદને લીધે પ્રાથમિક અંદાજ પ્રમાણે 94 લાખ 53 હજાર હેક્ટરમાં […]

Continue Reading

દેશહિત માટે લોકોનો ગુસ્સો અને નારાજગી સહન કરવી પડે છેઃ PM મોદી

નાગરિકતા બિલ પર દેશમાં મચેલા કોહરામ વચ્ચે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, દેશ હિત માટે લોકોનો ગુસ્સો અને નારાજગી સહન કરવી પડતી હોય છે. કેટલાય આરોપો લાગતા હોય છે.જોકે પીએમ મોદીએ આ વાત જીએસટી, ઈકોનોમીને લઈને કરી હતી. આર્થિક સંગઠનના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 2020ની સાથે આગામી દાયકો […]

Continue Reading

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું નિવેદન, રાજ્યમાં NRC લાગૂ નહી થાય

દેશના કેટલાંક શહેરોમાં નાગરિકતા કાનૂન અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(NRC)ને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર લાગૂ નહી કરવામાં આવે જો કે, નાગરિકતા કાનૂનને લઈને નીતીશ કુમારે કોઈ નિવેદન આપ્યું નથી. સંસદમાં નાગરિકતા સંશોધન વિધેયકનું સમર્થન કરવાના કારણે કેટલાંક વિપક્ષી દળોએ નીતિશ કુમાર અને […]

Continue Reading

સગીરા પર દુષ્કર્મના 2 વર્ષ જૂના કેસમાં ધારાસભ્ય કુલદીપ સેંગરને આજીવન કેદ, 25 લાખ રૂપિયાનો દંડ

ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દોષી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર(53)ને દિલ્હી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સિવાય કોર્ટે તેને 25 લાખનો દંડ પણ કર્યો છે. 2017માં કુલદીપ અને તેના સાથીઓએ ઉન્નાવમાં છોકરીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ કર્યું હતું. જુલાઈ 2019માં પીડિતાની કાર અને ટ્રકનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પીડિતાની કાકી અને મોસીનું […]

Continue Reading

દિલ્હી-NCR, પંજાબ-હરિયાણા, જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝટકા, તીવ્રતા 6.3 નોંધાઈ; કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિન્દુકુશ

શુક્રવારે સાંજે દિલ્હીના એનસીઆરમાં ભૂકંપના ઝટકા નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત પંજાબ-હરિયાણા અને કાશ્મીરમાં પણ ભૂકંપના ઝટકા નોંધવામાં આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનની હિન્દુકુશ પર્વતમાળા નોંધવામાં આવી છે. જોકે હાલ કોઈ જાનહાની થઈ હોવાની માહિતી મળી નથી. ધરતીના પેટાળમાં 190 કિમી અંદરથી આ ઝટકા શરૂ થયા હતા. 15-10 સેકન્ડ […]

Continue Reading

યુપીમાં ફાયરિંગ દરમિયાન 6 લોકોના મોત, દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ શુક્રવારે દિલ્હી અને ઉતર પ્રદેશના આગ્રામાં દેખાવો થયા હતા. ઉતર પ્રદેશમાં ફાયરિંગ દરમિયાન 6 લોકોના મોત થયા છે. બિજનોરમાં 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે ફિરોઝાબાદ, સંભલ અને મેરઠમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. લખનઉમાં ગુરુવારે ઘાયલ થયેલા યુવકનું શુક્રવારે સારવાર દરમિયાન મોત થયું. અહીં ઘણાં જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન અને પોલીસ […]

Continue Reading