વેસ્ટ ઇન્ડિઝને હરાવી બાંગ્લાદેશે મેજર અપસેટ સર્જ્યો

ડાબોડી ઑલરાઉન્ડર સાકીબ હસનની સદી અને લિટ્ટન દાસ સાથેની તેની મહત્ત્વની ભાગીદારીએ આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં સોમવારે અપસેટ સર્જ્યો હતો. જ્યારે બાંગ્લાદેશની પ્રમાણમાં નબળી મનાતી ટીમે જાયન્ટ વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટે હરાવ્યું હતું. 321 રનનો સ્કોર નોંધાવવા છતાં વેસ્ટ ઇન્ડિઝને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ માટે ક્રિસ ગેઇલ અને આન્દ્રે રસેલ નિષ્ફળ […]

Continue Reading

શોએબ મલિકને સૌથી વફાદાર જમાઇનો એવોર્ડ આપો..

પાકિસ્તાન સામેની મેચમાં ભારતની શાનદાર જીત થતાં સોશિયલ મિડિયા પર પાકિસ્તાનની ફિરકી ઉતારતા રસપ્રદ મેસેજનો જાણે કે વરસાદ વરસ્યો હતો : સૌથી વધુ વફાદાર જમાઇનો એવોર્ડ શોએબ મલિકને ઘોષિત કરવાની વિચારણા જોરશોરથી ચાલુ ક્રિકેટમાં પાકિસ્તાન એક માત્ર દેશ છે કે જે વટથી ગમે તેને કહી શકે કે વર્લ્ડ કપ અમારા બાપાનો છે ‘વલ્ડકપ જોઈએ છે’ […]

Continue Reading

વર્લ્ડકપમાં 7મી વાર ભારતે પાકિસ્તાનને રગદોળ્યું

માન્ચેસ્ટર ખાતે રમાયેલી ભારત પાકિસ્તાનની મેચમાં ભારતની શાનદાર જીત થઇ છે અને આ સાથે જ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ક્યારેય નહી હારવાના રેકોર્ડને ભારતે જાળવી રાખ્યો છે. ભારતની પાકિસ્તાન સામે 89 રને જીત થઇ છે અને જીત સાથે જ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક ફટાકડા તો ક્યાંક ઢોલ નગારા વગાડી ભારતની જીતની […]

Continue Reading

વિરાટે કહ્યું, અમારા માટે દરેક ટીમ એક જેવી છે, સારું રમશું તો કોઈને પણ માત આપીશું

આઇસીસી વર્લ્ડકપમાં રવિવારે માન્ચેસ્ટર ખાતે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે. શનિવારે ભારતના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું કે, જો અમે સારું રમીશું તો કોઈ પણ ટીમને હરાવી શકીએ છીએ. અમારી સામે કઈ ટીમ છે તેનાથી કોઈ ફર્ક પડતો નથી. ખેલાડીઓ માટે એ મહત્ત્વનું છે કે તેમણે પ્રોફેશનલ રહેવું જોઈએ. બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ કપ્તાન ઈન્ઝમામ ઉલ […]

Continue Reading

આ જ બાકી હતું! વિરાટ કોહલીનો Video જોઇને બેટિંગ શીખી રહ્યો છે આ પાકિસ્તાની ખેલાડી

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનના રોમાંચક મુકાબલા પહેલાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઉબરતા સ્ટાર બેટ્સમેન બાબર આઝમે મોટો ખુલાસો કર્યો છે. બાબરે કહ્યું કે તે બેટ્સમેનમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે. રવિવારે થનારા આ મુકાબલા પહેલાં બાબરે જણાવ્યું કે તે વિરાટ કોહલીનો વીડિયો જોઇને પોતાની બેટિંગ મજબૂત કરી રહ્યો છે. મેચના તણાવ અને દબાણ વચ્ચે […]

Continue Reading

વેસ્ટ ઇન્ડીઝ સામે ઇંગ્લેન્ડની રોમાંચક જીત, જો રૂટની સદી

ઇંગ્લેન્ડે શુક્રવારે આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ માં ધ રોઝ બાઉલ સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડીઝને આઠ વિકેટથી હરાવી દીધું હતું. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝને ૪૪.૪ ઓવરમાં ૨૧૨ રનમાં ઓલ આઉટ કરી દીધું અને આ સરળ ટાર્ગેટને યજમાન ટીમ ઇંગ્લેન્ડે ૩૩.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવી પ્રાપ્ત કરી લીધો હતો. ઇંગ્લેન્ડ માટે જો રૂટે […]

Continue Reading

મેચ રદ થતા ટીમ ઇન્ડિયાને મોટું નુકસાન, ન્યૂઝીલેન્ડને ફાયદો

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઈ છે. દિવસભર થયેલા વરસાદના કારણે મેદાન રમવા લાયક રહ્યું ન હતું. જેથી ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે મેચ રદ કરી દીધી હતી. મેચ રદ થતા બંને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. ન્યૂઝીલેન્ડ 4 મેચમાં 7 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. […]

Continue Reading

ભારત-ન્યૂઝીલેન્ડની મેચમાં આવ્યું વરસાદનું વિઘ્ન

નોટિંઘમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ રદ્દ થઇ છે. નોટિંઘમના ટ્રેંટ બ્રિજ મેદાનમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી મેચમાં વરસાદનું વિઘ્ન આવ્યું છે. સવારથી શરૂ થયેલો વરસાદ થોડા-થોડ સમયના અંતરે પડતો રહ્યો જેના કારણે મેચનો ટોસ પણ થઇ શક્યો નહોતો. સાંજે 7.30 કલાકે કરેલા છેલ્લા નિરીક્ષણ બાદ અમ્પાયરે મેચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો. બંન્ને ટીમને એક-એક પોઇન્ટ આપવામાં […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સતત 9મી મેચમાં હરાવ્યું, 41 રને જીત મેળવી

વર્લ્ડકપની 17મી મેચમાં ટાઉન્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રને હરાવ્યું હતું. આ તેની પાકિસ્તાન સામે સતત 9મી જીત હતી. પાકિસ્તાન છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે 15 જાન્યુઆરી 2017ના રોજ જીત્યું હતું. 308 રનનો પીછો કરતા પાકિસ્તાને 45.4 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના માટે ઓપનર ઇમામ ઉલ હકે 53 રન અને ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝે […]

Continue Reading

વિરાટ કોહલી સૌથી વધુ કમાણી કરતા ભારતીય ખેલાડી, કેટલું કમાય છે?

‘લાઇવમિન્ટ’ના અહેવાલ મુજબ વિરાટ કોહલી ભારતના એકમાત્ર એવા ખેલાડી છે જેઓ સૌથી વધુ કમાણી કરે છે. તેમનું નામ ફોર્બ્સ 2019ની યાદીમાં સામેલ કરાયું છે. દુનિયાના ટૉપ 100 ઍથ્લીટની યાદીમાં વિરાટ કોહલી અંતિમ સ્થાન પર છે. ફોર્બ્સ મુજબ વિરાટ કોહલી 21 મિલિયન ડૉલર (અંદાજે 146.28 કરોડ રૂપિયા) ઍડવર્ટાઇઝમૅન્ટમાંથી અને ચાર મિલિયન ડૉલર (અંદાજે 27.86 કરોડ રૂપિયા) […]

Continue Reading