દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર પડઘમ શાંત, 8મીએ મતદાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આઠ ફેબ્રુઆરીએ યોજાનારા મતદાન પહેલા આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થયો છે. હવે કોઈ પણ પાર્ટી પ્રચાર નહી કરી શકે. પ્રચારનો સમય પૂર્ણ થવા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લોકો મતદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અરવિંદ કેજરીવાલે લખ્યું કે, પ્રચારનો સમય પૂર્ણ થઈ ગયો. મને આમ આદમી પાર્ટીના […]

Continue Reading

જેતપુર-પોરબંદર મારા બાપનું ખેતર છે, નિવેદન પર મંત્રી જયેશ રાદડિયાએ સ્પષ્ટતા કરી

રાજ્ય સરકારમાં ભાજપના મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ સામે જ મોરચો ખોલી દીધો હોવાની ચર્ચાઓ હતી, તેમને કહ્યું હતુ કે પોરબંદર અને જેતપુર મારા સ્વ.પિતા વિટ્ઠલભાઇ રાદડિયાનું ખેતર છે અને તેના પર અમારો જ કબ્જો છે, એક રીતે જેતપુર અને રાજકોટનું ગ્રુપ સહકારી સંસ્થાઓમાં જયેશ રાદડિયાની સામે ઉભું થઇ રહ્યું છે, કદાચ તેમને જ આ ચીમકી […]

Continue Reading

વિદેશ મંત્રી જયશંકર અને સાંસદ જુગલ ઠાકોરની રાજ્યસભામાં જીતને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

વિદેશ મંત્રી એસ જયશંકર અને રાજ્યસભાના સાંસદ જુગલ ઠાકોરને રાજ્યસભાની ચૂંટણીમાં જીતને મામલે રાહત મળી છે. બન્ને નેતાઓની રાજ્યસભા ચૂંટણીમાં જીતને પડકારતી અરજીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. વિપક્ષ કોંગ્રેસે વિદેશ મંત્રી અને રાજ્યસભાના સાંસદની જીતને પડકારતી કુલ ત્રણ અરજી હાઈકોર્ટમાં કરી હતી જેને ગુજરાત હાઈકોર્ટે આજરોજ ફગાવી દીધી છે. વિદેશ મંત્રી એસ […]

Continue Reading

કોંગ્રેસે દિલ્હી વિધાનસભા માટેના ચૂંટણી ઢંઢેરામાં 300 યુનિટ મફત વીજળીનું વચન આપ્યું

કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. રવિવારે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરાને જાહેર કરતા દિલ્હીવાસીઓને વચન આપ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવામાં આવશે. તેમજ 20 હજાર લિટરથી ઓછા પાણીના વપરાશ પર પ્રતિ લિટરે 30 પૈસા કેશબેક […]

Continue Reading

ગમે તેટલો વિરોધ કરો, નાગરિકતા સંશોધન કાયદો પરત નહીં લેવાય : શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)ના સમર્થનમાં ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં એક જાહેરસભા યોજી હતી. આ સભામાં તેમણે ભાષણની શરૂઆત ‘ભારત માતા કી જય’ના સૂત્રો સાથે કરી હતી. સભામાં અમિત શાહે સમાજવાદી પાર્ટી (સપા), કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (બસપા), તૃમણૂલ કોંગ્રેસ (ટીએમસી)ને નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલી હિંસા બદલ જવાબદાર ઠેરવ્યા હતા. ગૃહ […]

Continue Reading

સાંઇ જન્મસ્થળ વિવાદ ઉકેલાયો, પાથરીને 100 કરોડ રુપિયાનું ફંડ, સીએમએ બધી શરતો સ્વીકારી

સાંઇ જન્મસ્થળ વિવાદનો ઉકેલ આવી ગયો છે. સોમવારે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિરડી વિવાદ પર મહત્વની બેઠક બોલાવી હતી, જેમાં શિરડી અને પાથરી ગ્રામસભા, સાંઇબાબા મંદિર ટ્રસ્ટના સીઇઓ સામેલ થયા હતા. મંત્રણા બેઠક દરમિયાન સીએમએ તેમને આશ્વાસન આપ્યુ હતું કે સાંઇબાબા જન્મસ્થળને લઇને હવે કોઇ વિવાદ થશે નહી. શિરડીથી શિવસેના નેતા કમલાકરે આ મુદ્દે જણાવ્યું […]

Continue Reading

કોઇપણ રાજ્ય CAAને લાગુ કરવાથી ઇનકાર ન કરી શકે: કપિલ સિબ્બલ

નાગરિકતા સુધારણા કાયદાના વિરોધ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે મહત્વનું નિવેદન આપ્યું છે. શનિવારે કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં સિબ્બલે કહ્યું કે CAAને લાગુ કરવાથી કોઇ પણ રાજ્ય ઇનકાર ન કરી શકે, કારણ કે તે બંધારણની વિરુદ્ધ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો નાગરિકતા કાયદો પાસ થયો છે તો કોઇ પણ રાજ્ય ન કહી શકે કે […]

Continue Reading

સંઘનો આગામી એજન્ડા બે બાળકોનો કાયદો બનાવવોઃ મોહન ભાગવત

હાલમાં બીજેપીની મોદી સરકાર રોજગારી-મોંઘવારી, નાગરિકતા કાયદા સહિત અનેક મોરચે ઘેરાયેલી છે ત્યારે બીજેપીની માતૃસંસ્થા આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતે મુરાદાબાદમાં સંઘની એક બેઠકમાં વિવાદ જગાવે એવી જાહેરાત કરી છે કે સંઘનો આગામી એજન્ડા કાશી-મથુરા નહીં પણ ભારતમાં વસ્તી નિયંત્રણ માટે બે બાળકોનો કાયદો લાવવાનો છે! જોકે કાયદો બનાવવાનું કામ સંઘનું નથી, પણ કેન્દ્રમાં તેમની સરકાર […]

Continue Reading

દિલ્હી વિધાનસભા ચૂંટણી: ભાજપે 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગુરૂવારે મોડી રાત સુધી બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યો ઉપરાંત પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ મનોજ […]

Continue Reading

CAAની વિરુદ્ધ પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર

પંજાબની કોંગ્રેસ સરકારે શુક્રવારે વિધાનસભામાં નાગરિકતા સુધારણા કાયદાને રદ્દ કરવાની માગ કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે. રાજ્ય સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)માં પણ સુધારો કરવાની માગણી કરી છે, જેથી લોકોની વચ્ચે એનપીઆર અને એનઆરસીને લઈને જે ભય છે તે દૂર થાય. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું છે કે, તેમની સરકાર વિભાજનકારી સીએએને લાગુ થવા […]

Continue Reading