કુલભૂષણ જાધવ મામલે ICJ આ મહિનાના અંત સુધીમાં સંભળાવી શકે છે નિર્ણય

જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આ મહિનાના અંત સુધીમાં નિર્ણય સંભળાવી શકે છે. ન્યૂઝ એજન્સીએ સુત્રોના હવાલેથી જાણકારી આપી છે કે આ મહિનાના અંત સુધીમાં જાધવના મામલામાં નિર્ણય આવી શકે છે. જો કે, વિદેશ મંત્રાલયે આ વિશે સ્પષ્ટ જાણકારી આપવાની મનાઇ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે […]

Continue Reading

અમિત શાહે રાજ્યમાં પગ મૂકતાં જ કોંગ્રેસનાં ધારાસભ્યો બસમાં બેસી છૂમંતર

ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ આજે પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સાંજે 4.30 વાગ્યે અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું હતું. અને મજાની વાત તો એ છે કે, જેવું જ અમિત શાહનું અમદાવાદમાં આગમન થયું તેની થોડી જ ક્ષણો બાદ ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ખાનગી લક્ઝરી બસમાં બેસાડીને રવાના થઈ ગઈ હતી. […]

Continue Reading

વર્લ્ડ કપ માટે અવગણના બાદ અંબાતી રાયડૂએ નિવૃત્તિ જાહેર કરી

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં અવગણના પામેલા બેટ્સમેન અંબાતી રાયડૂએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે આ વાત જાહેર કરી હતી. 33 વર્ષીય મિડલ ઓર્ડર બેટ્સમેન રાયડૂને વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો પરંતુ ઓલ-રાઉન્ડર વિજય શંકર ઈજાગ્રસ્ત થયો હોવા છતાં તેની અવગણના […]

Continue Reading

ગુજરાત પધાર્યા ગૃહમંત્રી અમિત શાહ, ઈન્ક્મ ટેક્સ ફ્લાય ઓવરનું કર્યું લોકાર્પણ

બુધવારના રોજ અમિત શાહ દેશના ગૃહમંત્રી બન્યા બાદ તેઓ પહેલીવાર આવ્યા છે. અમિત શાહનું એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી,આઇ.કે જાડેજા, ભીખુભાઇ દલસાણીયા સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું. અમિત શાહને આવકારવા માટે એરપોર્ટથી એરપોર્ટ સર્કલ સુધી રોડની બંને બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ થી અમિત શાહ […]

Continue Reading

અમરેલીના ભીખુભાઈ સાઈકલ લઈ મોદીને મળવા પહોંચ્યા, વડાપ્રધાને કર્યું ટ્વીટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક ટ્વીટ કરીને સૌને ચોંકાવી દીધા છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ગુજરાતના અમરેલીના ભીખુભાઈ નામના વ્યક્તિ સાથેની તસવીરો પોસ્ટ કરી હતી અને આટલું જ નહીં પરંતુ ભીખુભાઈની અદભૂત સંકલ્પશક્તિને પણ બિરદાવી હતી. ભીખુભાઈએ આ વખતે કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં ફરી સરકાર રચાય તે માટે એક સંકલ્પ લીધો હતો અને આ […]

Continue Reading

મમતા સરકાર પર આરોપોનો વરસાદ: કટ મની મુદ્દે ભાજપ-ટીએમસી વચ્ચે સંસદમાં શાબ્દિક ટપાટપી

પશ્ચિમ બંગાળમાં કટ મનીના મુદ્દે સતત હંગામો થઇ રહ્યો છે. ત્યારે આ મામલો હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે. ભાજપ અને ટીએમસીના સાંસદો વચ્ચે સંસદમાં આ મુદ્દે આકરી ટીકા-ટીપ્પણી પણ થઇ હતી. ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ કટ મની મુદ્દે સંસદમાં ટીએમસી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેથી મમતા સરકાર કઠેડામાં આવી ગઇ છે. મમતા સરકાર […]

Continue Reading

ઉત્તર પ્રદેશ: 200થી વધારે અધિકારીઓને દબાણપૂર્વક નિવૃત્તીની ફરજ

ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકારની ઝુંબેશ હેઠળ ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં 200થી વધારે અધિકારીઓને દબાણપૂર્વક નિવૃત્તી લેવાની ફરજ પાડી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદોમાં સરકાર અત્યાર સુધી 600થી વધારે સરકારી અધિકારીઓ પર કાર્યવાહી કરી ચૂકી છે. જેમાં 400થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓના પ્રમોશન રદ કરી બીજી જગ્યાએ મોકલી દેવામાં આવ્યા છે. આ અધિકારઓમાં મોટેભાગે IAS અને […]

Continue Reading

મોતીલાલ વોરા બની શકે છે વચગાળાના કોંગ્રેસ અધ્યક્ષ

લોકસભાની ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વિકારી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે અને સાથે જ જલ્દી જ નવા અધ્યક્ષ ચૂંટવાનું પણ પાર્ટીને સુચન કર્યું છે. જો કે આ વચ્ચે જાણવા મળી રહ્યું છે કે, મોતીલાલ વોરા પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. સુત્રોનું માનીએ તો જ્યાં સુધી પાર્ટીના નવા […]

Continue Reading

કોંગ્રેસના નેતાઓએ અલ્પેશ ઠાકોરને ઘરે જઈને બેંકની નોટિસ માફક વ્હીપ ચિપકાવી

આજે બપોર પછી કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ કોંગ્રેસના જ પોતાના બાગી નેતા અલ્પેશ ઠાકોરની ઘરે ગયા હતા. જોકે આ સમયે અલ્પેશ ઠાકોર પોતાના ઘરે હાજર ન હતા આથી આ નેતાઓએ અલ્પેશના ઘરની બહાર કેટલાક કાગળો ચિપકાવી દીધા હતા. ત્યારબાદ આ નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે શુક્રવારે 5મી જુલાઇના રોજ રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો […]

Continue Reading

રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારી, અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાને લઈને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં રાહુલ ગાંધીએ ટ્વીટ પણ કરી છે. તેમણે લખ્યુ કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી હારની જવાબદારી હું સ્વીકારુ છુ. અમારી પાર્ટીના વિકાસ માટે જવાબદેહી મહત્વપૂર્ણ છે. આ કારણથી મે કોંગ્રેસ […]

Continue Reading