World Cup 2019: ગુરુવારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝનો મુકાબલો

ટુર્નામેન્ટમાંથી લગભગ ફેંકાઈ ગયેલી તેમ છતાં હજી પણ એવી જ જોખમી એવી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ગુરુવારે ટુર્નામેન્ટ ફેવરિટ ભારત સામે ટકરાશે ત્યારે તેમના ભાવિનો ફેંસલો થઈ જશે. વેસ્ટ ઇન્ડિઝને હવે બાકી રહેલી તમામ મેચ જીતવી ફરજિયાત છે જ્યારે ભારત માટે આગામી એકાદ બે મેચના વિજય તેને સેમિફાઇનલમાં પહોંચાડી દેશે. આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ગુરુવારે […]

Continue Reading

કેન્દ્ર સરકારે બે IAS ડિસમિસ, 9 IPS અધિકારી સસ્પેન્ડ કર્યા

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે બુધવારે લોકસભામાં જણાવ્યું કે, ભ્રષ્ટાચારના આરોપ હેઠળ બે આઈએએસ અધિકારીને ડિસમિસ કરવામાં આવ્યા છે અને 9 આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. તેમણે જણાવ્યું કે, મે-2014 થી મે-2019 દરમિયાન ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 અંતર્ગત ભારતીય વહીવટી સેવા(આઈએએસ)ના 23 અને ભારતીય પોલીસ સેવા(આઈપીએસ)ના ચાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની મંજૂરી […]

Continue Reading

ટીમ ઇન્ડિયાની ભગવા રંગની જર્સી પર રાજનીતિ શરૂ, કોંગ્રેસ-SP નેતાએ કર્યો વિરોધ

વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સીને લઇને હવે રાજકારણ ગરમાયું છે. સામાન્ય રીતે ભારતીય ટીમની જર્સીનો રંગ બ્લૂ હોય છે પરંતું ઇગ્લેંડ સામે રમાનારી મેચમાં ભારતીય ટીમ ભાગવા રંગની જર્સીમાં જોવા મળશે. જેનો ભારતમાં વિરોધ શરૂ થઇ ચૂક્યો છે. મહારાષ્ટ્રના મુસ્લિમ ધારાસભ્યોએ ટીમ ઇન્ડિયાની ભગવા રંગની જર્સી પર વાંધો રજૂ કર્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ […]

Continue Reading

BJP નેતા કૈલાસ વિજયવર્ગીયના MLA પુત્રની ધરપકડ, અધિકારી સાથે કરી હતી મારપીટ

મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. ઇન્દૌર નગર નિગમના અધિકારીની બેટથી ધોલાઇ કરાવાનો વીડિયો સામે આવ્યા બાદ આકાશ વિજયવર્ગીય વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરતા આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરી છે. આકાશ વિજયવર્ગીય ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ અને દિગ્ગજ નેતા કૈલાસ વિજયવર્ગીયના પુત્ર છે. આ મામલાને લઇને આકાશ વિજયવર્ગીયનું કહેવું […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે હેલિકોપ્ટરની સુવિધા છે પણ એ ત્રણ મહિનાથી બંધ છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ માટે હેલિકોપ્ટરની સુવિધા કરવામાં આવી છે પરંતુ આ સુવિધા છેલ્લા 3 મહિનાથી બંધ છે. પ્રવાસીઓની માંગને લઇને સરકાર દ્વારા ફરી હેલિકોપ્ટર સુવિધા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેના માટે ગાંધીનગરથી ખાનગી કંપની દ્વારા આ સુવિધા શરૂ કરવાની ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ પ્રક્રિયા પૂર્ણ થતા પ્રવાસીઓને ટુંક સમયમાં ફરી […]

Continue Reading

ઈરાકમાંથી મળ્યા ભગવાન રામ સાથે જોડાયેલા અવશેષો

ભાતરનુ એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં ઈરાકની મુલાકાતે ગયુ હતુ. જોકે, તેમને ત્યાં જે જોવા મળ્યુ હતુ તેનાથી પ્રતિનિધિમંડળના સભ્યો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. વાત એવી છે કે, આ પ્રતિનિધિમંડળને લગભગ 4000 વર્ષ જૂના કેટલાક ભીંતચિત્રો જોવા મળ્યા છે. આ ભીંતચિંત્ર અંગે અયોધ્યા શોધ સંસ્થાનનો દાવો છે કે, આ ભગવાન રામની તસવીર છે. ઈરાકના દબંદ ઈ બેલુલા […]

Continue Reading

પિતાના નિધનના 2 દિવસ બાદ લાલરેમસિયામી જાપાનમાં ફાઈનલ રમી અને ભારતને જીતાડ્યું

ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે FIH વુમન્સ સીરીઝ ફાઈનલ્સ ટૂર્નામેન્ટ જીતી હતી. ફાઈનલ મેચના બે દિવસ પહેલાં ટીમની સભ્ય લાલરેમસિયામીના પિતા લાલથનસંગા જોટનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. જે બાદ પણ તેને હિરોશિમામાં ફાઈનલ મેચ રમી. ભારતે યજમાન જાપાનને 3-1થી હરાવી ટૂર્નામેન્ટ જીતી હતી. વડાપ્રધાન મોદીએ ટીમને અભિનંદન આપ્યાં હતા લાલરેમસિયામી મિઝોરમના કોલસિબ જિલ્લાના રહેવાસી […]

Continue Reading

ચંદ્રબાબૂ નાયડુના આઠ કરોડના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુના અમરાવતી સ્થિત મકાન ‘પ્રજ્ઞા વેદિકા’ પર બુધવારે બુલડોઝર ફરી વળ્યું છે. આ મકાનને તોડી પાડવાનો આદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ થોડા દિવસ પહેલા જ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બિલ્ડિંગ ગેર કાયદેસર છે અને આવા તમામ મકાનને તોડી પાડવાનું અભિયાન શરૂ કરવામાં આવશે જેની શુભ […]

Continue Reading

ઇંગ્લેન્ડને 64 રને હરાવીને ઓસ્ટ્રેલિયાએ સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો, બેહરેનડોર્ફે 5 વિકેટ લીધી હતી

વર્લ્ડકપની 32મી મેચમાં લંડનના લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 64 રને હરાવ્યું હતું. આ સાથે જ 7 મેચમાં 6 જીત અને 12 પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયાએ સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીજી તરફ ઇંગ્લેન્ડના 7 મેચમાં 4 જીત સાથે 8 પોઇન્ટ છે. તેને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ સામે બાકીના બંને મુકાબલા જીતવા જરૂરી […]

Continue Reading

હાવડા-જબલપુર સમલેશ્વરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી પડતા 3 રેલવે કર્મચારીઓના મોત, મુસાફરને કોઈ ઈજા નહિ

ઓડિશાના રાયગઢ નજીક હાવડા-જબલપુર સમલેશ્વરી એક્સપ્રેસનું એન્જિન સહિત અમુક કોચ પાટા પરથી ઉતરી જતાં 3 રેલવે કર્મચારીઓના મોત થયા છે. પેસેન્જર ટ્રેન ટાવર કાર સાથે અથડાતાં આ અક્સ્માત સર્જાયો હતો. ઘટના બાદ હાલ રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે ઈસ્ટ કોસ્ટ રેલ્વે(ECOR)એ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ અંગે ઈસીઓઆરના પબ્લિક રિલેશન ઓફિસર જે […]

Continue Reading