ગુજરાતની સરહદે સ્ફોટક સ્થિતી? BSFનાં વેસ્ટર્ન કમાન્ડના એડીશનલ ડીજી કચ્છ આવ્યા

છેલ્લા કેટલાક દિવસોથી ભારત-પાકિસ્તાનની ગુજરાત બોર્ડર ઉપર બન્ને બાજુથી અસામાન્ય હરકતો વધી છે, ત્યારે ગુજરાતની સીમાની સમીક્ષા કરવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)નાં વેસ્ટર્ન કમાન્ડના વડા એડીશનલ ડીજી બુધવારે કચ્છ આવ્યા હતા. તેમણે ગુજરાત સીમા સુરક્ષા દળનાં આઈજીને સાથે રાખીને ક્રિકમાં હરામી નાળા સહીતનાં સંવેદનશીલ અને વ્યૂહત્મક સ્થળોની મુલાકાત કરી હતી. સામે પાર પાકિસ્તાનમાં સિક્યોરિટીને લઇને સતત […]

Continue Reading

પાકિસ્તાને ભારત વિરુદ્ધ લડાકૂ વિમાન F-16નો કર્યો હતો ઉપયોગ

ભારત તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક બાદ ભારતીય ફાઈટર જેટના હુમલાના જવાબમાં પાકિસ્તાને એફ-16 ફાઈટર જેટનો ઉયોગ કર્યો જેને લઈ પાકિસ્તાનનું જૂઠ બેનકાબ થઈ ગયું છે. ભારત તરફથી એર સ્ટ્રાઈકના એક દિવસ બાદ 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે પાકિસ્તાને એફ-16નો ઉપયોગ નહોતો કર્યો. પરંતુ હુમલાના પાંચ દિવસ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી […]

Continue Reading

વાગરા : ગ્રામીણ બેન્કમાંથી ખેડૂતના ખિસ્સામાંથી બે ગઠીયા ૫૦૦૦૦/- સેરવી ફરાર

વાગરા ગ્રામીણ બેંકમાં પૈસા જમા કરાવવા ગયેલા ખેડૂતે પૈસાથી હાથ ધોવા પડયા હતા.બે ગઠિયાઓએ ખેડૂતને વાતમાં ભેરવી હજારો રૂપિયા કાઢી લઈ ફરાર થઈ જતા ખેડૂત પરિવાર ઉપર આભ તૂટી પડયુ હતુ. આ અંગે વાગરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વસ્તીખંડાલી ગામે રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા સોક્તભાઈ ઉંમર ઇબ્રાહિમ ભટ્ટી સાથે દુઃખદ […]

Continue Reading

ગુજરાતમાં ભૂજ 42 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્ર નગર, ભાવનગર સહિતના વિસ્તારમાં હિટવેવની અસર જોવા મળશે. હવામાન વિભાગના ગત 3 દિવસના આંકડા અનુસાર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. […]

Continue Reading

ખાનગી કોમ્પિટિશને જેટનો ખર્ચ વધાર્યો અને કંપની બીજી વખત આર્થિક સંકટમાં આવી

26 વર્ષ જૂની જેટએરવેઝને બીજી વખત આર્થિક સંકટમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ વખતે ફાઉન્ડર અને ચેરમેન નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ગોયલે એરલાઈનના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. અગાઉ 2013માં આર્થિક સંકટના સમયે જેટને અબૂ ધાબીની એતિહાદ એરવેઝને 24 ટકા શેર વેચવા પડ્યા હતા. ભાસ્કર પ્લસ એપે એવિએશન એક્સપર્ટ હર્ષવર્ધન અને એવિએશન ડિપાર્ટમેન્ટના […]

Continue Reading

કલા નગરીમાં કલાકારોને કલા પ્રદર્શિત કરવા ફૂટપાથનો સહારો લેવો પડ્યો

વિશ્વમાં કલાનગરી તરીકે ઓળખાતી વડોદરામાં નિષ્ઠુર તંત્રના પાપે કલાકારોની હાલત કફોડી બની ગઇ છે. વિશ્વને વડોદરાએ અનેક વિખ્યાત કલાકારોની ભેટ આપી છે. આ જ વડોદરામાં એક માત્ર રાહત દરે કલાકારોના માટે ઉભી કરવામાં આવેલી સુવિદ્યા ‘સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી’ તોડી પાડ્યા બાદ નિસહાય બની ગયેલા કલાકારોએ વડોદરાના ફૂટપાથ પર કલાકૃતિનું પ્રદર્શન કરીને અનોખી રીતે વિરોધ […]

Continue Reading

લોકસભા ચૂંટણી પહેલાં જયાપ્રદા ભાજપમાં જોડાયા, ગણતરીની કલાકોમાં મળી ટિકિટ

વરિષ્ઠ અભિનેત્રી જયાપ્રદા ભાજપમાં જોડાયાંના ગણતરીની કલાકોમાં તેમને રામપુરની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. પાર્ટીમાં સામલ થયા બાદ જયાપ્રદાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો. જયાપ્રદાએ કહ્યું, “આ માટે માટે મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. હું નરેન્દ્ર મોદીની વિચારસરણીથી પ્રભાવિત છું અને તેમના મિશનને આગળ ધપાવીશ. તેમના હાથમાં દેશ સુરક્ષિત […]

Continue Reading

શત્રુઘ્ન સિન્હા 28 માર્ચે રાહુલ ગાંધીની હાજરીમાં થશે કોંગ્રેસ પક્ષમાં શામેલ

ભાજપના બાગી નેતા અને પટના સાહિબના સાંસદ શત્રુઘ્ન સિન્હા માર્ચના અંતમાં કોંગ્રેસનો હાથ પકડી શકે છે. મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર શત્રુઘ્ન સિન્હા 28 કે 29 માર્ચે નવી દિલ્લીમાં કોંગ્રેસમાં શામેલ થઈ શકે છે. સોમવારે બિહાર કોંગ્રેસ અભિયાન સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે પટનામાં પત્રકારોને આ જાણકારી આપી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ […]

Continue Reading

અરુણાચલને ચીનનો હિસ્સો નહીં બતાવતા 30,000 નકશાઓ નષ્ટ

ચીનના કસ્ટમ ઓફિસીયલે દુનિયાના એવા 30,000 નકશાઓ નષ્ટ કરી નાખ્યા છે, જેમાં અરુણાચલ પ્રદેશને ચીનની સીમમાં બતાવવામાં આવ્યો ના હતો. ચીન, ભારતના નોર્થ ઈસ્ટ રાજ્ય અરુણાચલ પ્રદેશને સાઉથ તિબ્બતનો હિસ્સો ગણાવે છે. તેની સાથે સાથે તેઓ ભારતના દાવાને પણ રદ કરતા આવ્યા છે. તેની સાથે ચીન હંમેશા આ વાતથી પણ નારાજ રહ્યું છે કે આખરે […]

Continue Reading

મોડાસાઃ ક્રિકેટ રમવા ગયેલા યુવાનની પાલનપુર નજીકના તળાવમાંથી લાશ મળતા ચકચાર, મોતનું રહસ્ય ઘૂંટાયું

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન નજીક સબલપુર ગામમાં રહેતો અતુલ નામનો યુવક રવિવારે સાંજે મિત્રો સાથે નજીકમાં આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા ગયા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી. અતુલ નામના યુવકની લાશ પાલનપુર ગામના તળાવમાંથી મળી આવતા પરિવારજનો અને મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. […]

Continue Reading