ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેરઃ 8 વર્ષમાં 1405નાં જીવ ગયાં

ગુજરાતમાં શિયાળાના વધુ એક રાઉન્ડની સાથે જ સ્વાઇન ફ્લુએ પણ માથું ઉંચક્યું છે. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી સ્વાઇન ફ્લુથી મૃત્યુઆંક ૫૪ ઉપર પહોંચ્યો છે. ગુજરાતમાં ૧ જાન્યુઆરીથી રવિવાર સુધી સ્વાઇન ફ્લુના ૧૧૮૭ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી ૬૭૮ વ્યક્તિએ સ્વાઇન ફ્લુને પરાસ્ત કર્યો છે જ્યારે ૪૫૫ વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. કુલ ૫૪ વ્યક્તિના સ્વાઇન […]

Continue Reading

ગુજરાતમાં કોલ્ડવેવ : અમદાવાદ-નલિયા ઠંડુંગાર

સામાન્ય રીતે ડિસેમ્બરમાં અનુભવાય તેવી ગાત્રો થીજાવતી ઠંડી ગુજરાતમાં હાલ ફેબુ્રઆરીમાં પડવાનો સિલસિલો જારી રહ્યો છે. નલિયા સૌથી વધુ ૫.૮ ડિગ્રી, અમદાવાદ ૮.૧ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું હતું. આ સાથે જ અમદાવાદમાં છેલ્લા ૧૦  વર્ષ દરમિયાન ફેબુ્રઆરી માસમાં ત્રીજા ક્રમનું સૌથી ઓછું સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કોલ્ડવેવની આગાહી  કરવામાં આવી […]

Continue Reading

કોલેજે જિગ્નેશ મેવાણીને ગેસ્ટ તરીકે બોલાવતા હોબાળો

અમદાવાદ શહેરના આશ્રમ રોડ પર આવેલી એચ.કે આર્ટસ કોલેજ દ્વારા સોમવારે એન્યુઅલ ફંકશનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં ચીફ ગેસ્ટ તરીકે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આમંત્રીત કરવામા આવતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.જેને પગલે કોલેજ મેનેજમેન્ટ કાર્યક્રમ રદ કરવો પડયો હતો. ગુજરાત યુનિવર્સટી સંલગ્ન ગ્રાન્ટેડ એચ.કે.આર્ટસ કોલેજમાં ૧૧મી ફેબુ્રઆરીએ કોલેજનો વાર્ષિકોત્સવનો કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં આવેલા હોલમાં […]

Continue Reading

ભરતીમાં અનામત મુદ્દે SC-ST અધ્યાપક મંડળ દ્વારા આંદોલન કરાશે

દેશની યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક ભરતીમાં વિષય આધારીત અને વિભાગ આધારીત અધ્યાપકોની ભરતીમા અનામત લાગુ કરવા મુદ્દે છેલ્લા એક વર્ષથી ચાલતા વિવાદ વચ્ચે ગુજરાત એસસી.એસટી અધ્યાપક મંડળે  કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા તાજેતરમાં એક મહાસંમેલન યોજ્યુ હતુ. જેમાં મહાસંઘની સ્થાપના સાથે ૧૨મી ફેબ્રુઆરીથી આંદોલન કરવા ઠરાવ કરવામા આવ્યો હતો. અધ્યાપકોની ભરતી બાબતે  કેન્દ્ર સરકારે અલ્હાબાદ હાઈકોર્ટના વિષય […]

Continue Reading

ગુજકેટના ફોર્મની મુદ્દત લંબાવાઈઃ JEE ફોર્મ 7 માર્ચ સુધી ભરાશે

ધો.૧૨ સાયન્સ પછીના ઈજનેરી-ફાર્મસી પ્રવેશ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ગુજકેટ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવામા આવી છે. ગુજકેટની મુદ્દત પુરી થતી હતી જે વધારીને ૧૬મી સુધીની કરવામા આવી છે.જ્યારે ઓલ ઈન્ડિયા લેવલની નેશનલ એક્ઝામ એવી જેઈઈ મેઈનની બીજા તબક્કાની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનું આજથી શરૃ થઈ ગયુ છે અને જે ૭ […]

Continue Reading

સીએ-ઈન્ટરમીડિએટનું 28.91 ટકા પરિણામઃ અમદાવાદમાંથી 6 રેન્કર્સ

સીએ કોર્સની ઈન્ટરમીડિએટની ગત નવેમ્બર ૨૦૧૮માં  લેવાયેલી પરીક્ષાનું આજે આઈસીએઆઈ દ્વારા પરિણામ જાહેર કરવામા આવ્યુ છે.જેમા જુના કોર્સનું અને નવા કોર્સનું એકંદરે ૨૮.૯૧ ટકા પરિણામ છે.જુના કોર્સનું ૨૧.૯૮ અને અને નવા કોર્સું ૩૬.૯૫ ટકા પરિણામ છે.આઈસીએઆઈ દ્વારા જાહેર કરવામા આવતા ઓલ ઈન્ડિયા ટોપ ૫૦ રેન્કમાં નવા કોર્સમાં અમદાવાદમાંથી ૪થીવધુ વિદ્યાર્થીઓ છે. આઈસીએઆઈ દ્વારા ૨૦૧૭થી સીએના […]

Continue Reading

એક જ દિવસમાં સ્વાઇન ફ્લુનાં 80 કેસ : કુલ મૃત્યુઆંક 51ને પાર

અમદાવાદ સહિત  ગુજરાતભરમાં સ્વાઇન ફ્લુનો કેર જાણે ઓછો થવાનું નામ જ લઇ રહ્યો નથી. આજે ગુજરાતમાં સ્વાઇન ફ્લુના વધુ ૮૦ કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં ૧ જાન્યુઆરીથી અત્યારસુધી ૧૧૧૭ વ્યક્તિ સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવી ચૂકી છે. આ ૧૧૧૭માંથી ૫૪૧ કેસ છેલ્લા ૧૦ દિવસમાં જ નોંધાયા છે. આજે સ્વાઇન ફ્લુને લીધે ૧ વ્યક્તિનું મૃત્યુ […]

Continue Reading

ગાંધીનગર- અમદાવાદ બન્યાં ‘હિલ સ્ટેશન’

અમદાવાદ ‘હિલ સ્ટેશન’માં ફેરવાઇ ગયું હોય તેવી કડકડતી ઠંડી જારી રહી છે. અમદાવાદમાં શુક્રવારે રાત્રે ૯.૮ જ્યારે શનિવારે રાત્રે ૯.૧ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત આજે દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો અને ૨૪.૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ૩ દિવસ ઠંડીનો ચમકારો યથાવત્ […]

Continue Reading

બુલેટ ટ્રેનના જમીન સંપાદન અંગેનો ચુકાદો મુલતવી રહ્યો

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલવે એટલે કે બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનને હાઇકોર્ટમાં પડકારતી અરજીઓનો ચુકાદો મુલતવી રહ્યો છે. હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બી.આર. વૈષ્ણવની ખંડપીઠ આ ચુકાદો આપવાની હતી, જે હવે આગામી દિવસો પર મુલતવી રહ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્તોની રજૂઆત છે કે તેમને નવી જંત્રી પ્રમાણે જમીનોનું વળતર મળ્યું નથી. […]

Continue Reading

કુંભ સ્નાન બાદ મુખ્યમંત્રી રૂપાણીએ સંત-મહંતોના આશીર્વાદ લીધા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પવિત્ર કુંભસ્નાન ગંગા મૈયામાં ડુબકી લગાવીને કર્યું હતું. તેમણે આ કુંભમેળામાં સ્નાન કર્યા બાદ જણાવ્યું કે ગંગા મૈયા સમક્ષ દેશ અને રાજ્યની ઉન્નતિ, સૌના સાથ – સૌના વિકાસની મંગલકામનાઓ વાંચ્છી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હિન્દુ સંસ્કૃતિમાં આ પવિત્ર કુંભ એ સામાજિક સમરસતાનું એક આગવું પ્રતિક છે. કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાપૂર્વક […]

Continue Reading