ગુજરાતમાં લીલો દુકાળ, ખેતીમાં 25 હજાર કરોડથી વધુનું નુકસાન

ગુજરાતમાં વધુ પડતો વરસાદ પડતાં લીલા દુકાળની સ્થિતિ સર્જાઈ છે, અતિવૃષ્ટિના કારણે તલ-બાજરી-જુવાર સહિતનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, કપાસ-મગફળીમાં પણ નુકસાન છે, અંદાજે ૨૫ હજાર કરોડ કરતાં વધારેનું નુકસાન થયું છે, આ સ્થિતિમાં તાત્કાલિક સરવે કરાવી ખેડૂતોને પાક વીમાની રકમ તેમજ જરૂરી સહાય ખેડૂતોને ચૂકવવી જોઈએ તેવી માગણી મંગળવારે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જયંતિએ સાંજે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, રાત્રે દિલ્હી જશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે.તેઓ સાંજે સાડા પાંચ વાગ્યે અમદાવાદ આવશે અને રાત્રે સવા નવ વાગ્યે દિલ્હી રવાના થશે. વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા 5.30 સ્ટેજ પ્રોગ્રામ એરપોર્ટ પર 6.15 વાગે સાબરમતી આશ્રમમાં ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરશે 6.50 […]

Continue Reading

મહિન્દ્રાની ગુજરાતમાં એન્ટ્રી, ફોર્ડનો સાણંદ પ્લાન્ટ હવે મહિન્દ્રા સાથે નવી બનેલી JV કંપનીમાં ભળી જશે

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ અને ફોર્ડ મોટર કંપનીએ સંયુક્ત સાહસમાં એક કંપની બનાવવા માટેના એક નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે ભારતમાં ફોર્ડ બ્રાન્ડ વાહનોનો વિકાસ કરશે, તેનું વેચાણ કરશે અને વિશ્વભરના ઉભરતા બજારોમાં ફોર્ડ અને મહિન્દ્રા બ્રાન્ડ વાહનોનું વિતરણ થશે. આ કરાર અંતર્ગત ફોર્ડ તેની ભારતની કામગીરી સંયુક્ત સાહસમાં સ્થાનાંતરિત કરશે, જેમાં ચેન્નઈ […]

Continue Reading

ટ્રેન લેટ થઇ તો મુસાફરોને 250 રૂ. સુધી વળતર મળશે, ટિકિટ કેન્સલ કરવા પર માત્ર 25 રૂ. આપવા પડશે

દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસની શરુઆત 5 ઓક્ટોબરથી થશે. મુસાફરોને ટ્રેન લેટ થવા પર 250 રૂપિયા વળતર પેટે મળશે. જો ટ્રેન 1 કલાક લેટ થાય તો 100 અને બે કલાક લેટ થાય તો 250 રૂપિયાનું રિફન્ડ મળશે. IRCTC તેના માટે ઇ વોલેટ અથવા આગામી ટિકિટ બુકીંગ પર છૂટ આપવાના વિકલ્પ પર કામ કરી રહી […]

Continue Reading

સરકારને શાળા સંચાલકોનો વેધક પ્રશ્ન ગયા વર્ષે નવરાત્રીનું વેકેશન આપ્યું ત્યારે શિક્ષણ બગડયું નહોતુ ?

આજે સુરતમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખનાર 271 સ્કૂલોને ડીઇઓએ નોટિસ ફટકારી હતી. જ્યારે ગત 2018 માં નવરાત્રીમાં સરકારે વેકેશન જાહેર કરવા છતાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા બદલ ખાનગી સ્કૂલોને નોટિસ ફટકારાઇ હતી. વર્ષ-2018માં રાજય સરકારે નવરાત્રી વેકેશન જાહેર કર્યું છતા સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થી અને શિક્ષણના હિતમાં શાળાઓ ચાલુ રાખીને સરકારના હુકમનો અનાદર […]

Continue Reading

અમદાવાદમાં ભારે પવન, અનેક જગ્યાએ હોર્ડિંગ્સ સહિત ઝાડ ધરાશાયી થયા, સરખેજમાં એક ઇંચ વરસાદ

શહેરમાં આજ સવારથી વાદળછાયું વાતાવરણને પગલે ઠંન્ડકનો માહોલ છે. ગોતા, એસજી હાઈવે, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. સવારે ઝરમર ઝરમર વરસાદ બાદ બપોરે પવન સાથે ભારે વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરમાં સવારખી બપોર સુધી સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તો સરખેજમાં એક ઇંચ વરસાદ ખાબક્યો […]

Continue Reading

15 દિવસમાં બિલકીસ બાનુને નોકરી આપવાનો સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને આદેશ

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્યસરકારને એવો આદેશ આપ્યો હતો કે ગોધરા કાંડનો ભોગ બનેલી મુસ્લિમ મહિલા બિલકીસબાનુને પંદર દિવસમાં સરકારી નોકરી, ઘર અને રૂપિયા પચાસ લાખ વળતર રૂપે ચૂકવવા. 2002માં ગોધરા કાંડ વખતે 21 વર્ષની વયની બિલકીસ પર ગેંગરેપ થયો હતો. એની બે વર્ષની પુત્રીની હત્યા કરાઇ હતી ચાર મહિલાઓ અને ચાર બાળકો […]

Continue Reading

કલમ 370નું હટવું તે સૈનિકોને સાચી શ્રદ્ધાંજલી: RAF પરેડ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાબરમતી વિસ્તારમાં ભાજપના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ હતું. અમિત શાહે દીપ પ્રાગ્ટય કરી ઓફિસ નિહાળી હતી. જે બાદ તેઓ ઓફિસની સામે આવેલા મ્યુન્સિપલ હોલની મુલાકાત લીધી હતી. જો કે અમિત શાહે ત્યાં હાજર કાર્યકર્તાઓને સંબોધ્યા ન હતા. છેલ્લી ઘડીએ અમિત શાહનું સ્ટેજ પર સ્વાગત અને […]

Continue Reading

ગાંધીનગર બાદ અમરેલીમાં ઝડપાયો સિરિયલ કિલર, લૂંટ અને હત્યા બાદ ટ્રોફી તરીકે લઈ જતો એક વસ્તુ

ગાંધીનગરમાં સિરિયલ કિલરની ધરપકડ બાદ અમરેલી SOGએ વધુ એક સિરિયલ કિલરની ધરપકડ કરી છે. સિરિયલ કિલરની ધરપકડ બાદ ભાવનગર અને અમરેલી જિલ્લામાં હત્યાના પાંચ ભેદ ઉકેલાયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ સિરિયલ કિલર લૂંટ ચલાવી હત્યા બાદ ટ્રોફી તરીકે લાશની કોઈપણ એક વસ્તુ પાસે લઈ જતો હતો અને માનસિક આનંદ મેળવતો હતો. […]

Continue Reading

અંબાજી દર્શન કરી પરત આવતા દર્શનાર્થીઓની ખાનગી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી, 21થી વધુ મુસાફરોના મોત

અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ પાસે અંબાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 21થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ મુસાફરો નડિયાદ, આણંદ અને બોરસદના હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 65 મુસાફરો ભરેલી આ બસના ડ્રાઇવરે […]

Continue Reading