રાજકોટના RTI કાર્યકર્તા બાદ તેના દીકરાની પણ હત્યા

ગુજરાતમાં રાજકોટના માણેકવાડા ગામમાં વિકાસ પરિયોજનાઓમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર આરટીઆઈ કાર્યકર્તા નાનજી સોંદર્વના દીકરા રાજેશ સોંદર્વની હત્યા કરી દેવામાં આવી. રાજેશ સોંદર્વ દલિત હતો અને તે પોતાના પિતાના હત્યારાઓના જામીન રદ્દ કરાવવા માટે કોર્ટ અને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યો હતો. તના પિતાની ગામના ઉચ્ચ-જાતિના લોકોએ 9 માર્ચ 2018ના રોજ હત્યા કરી મૂકી હતી. આ […]

Continue Reading

ગુજરાતમાં જળસંકટ

રાજ્ય સરકાર ઘ્વારા તમામ જિલ્લા અને ગામોમાં પીવાનું પાણી પહોંચાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. નાના નાના ગામોના લોકોને એક ઘડા પાણી માટે ઘણીં મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાનો એલમપુર ગામનો એક એવો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ટેન્કર ઘ્વારા પાણી […]

Continue Reading

ગુજરાતમાં નવરાત્રીની રજાઓ રદ, સરકારે આપી બીજી મોટી ખુશ ખબર

ગુજરાત સરકારે આ વર્ષે શાળા અને કૉલેજોમાં નવરાત્રી વેકેશન રદ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે ગયા વર્ષે નવરત્રીની રજા શરૂ કરી હતી. જેના હેઠળ દિવાળીની રજાનો ભાગ નવરાત્રીના વેકેશનમાં તબદીલ કરવામાં આવ્યો હતો. જોકે, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ રાજ્ય કેબિનેટની બેઠકે આજે નવરાત્રીની રજાને સમાપ્ત કરવાનો […]

Continue Reading

દ્વારકાના દરિયાકાંઠે શંકાસ્પદ જહાજ પકડાયુ, ઈરાનના ખલાસીઓની અટકાયત

ગુજરાતના યાત્રાધામ દ્વારકાના દરિયાકાંઠેથી કોસ્ટગાર્ડે શંકાસ્પદ જહાજને પકડ્યુ છે. ઈન્ડોનેશિયાના જહાજ પરના ઈરાની ક્રુ મેમ્બર્સને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ જહાજ પર શંકાસ્પદ સામાન જોવા મળતા પેટ્રોલિંગ કરી રહેલા કોસ્ટ ગાર્ડના જહાજે આ જહાજને અટકાવ્યુ હતુ. આ જહાજને કુવેત લઈ જવાઈ રહ્યુ હતુ તેમ જહાજના ખલાસીઓએ કહ્યુ હતુ. હાલમાં કોસ્ટ ગાર્ડ દ્વારા વધુ તપાસ […]

Continue Reading

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ શાળાઓમાં નવરાત્રી વેકેશન રદ્દ કરાયું

ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં શાળાઓમાં આપવામાં આવતા નવરાત્રી વેકેશનને રદ્દ કરવામાં આવ્યો છે. સરકારે ગત વર્ષથી જ શાળાઓમાં નવરાત્રી વેકેશન આપવાની શરૂઆત કરી હતી. જોકે, સરકારના આ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો. આ વર્ષે પણ રાજ્યની અનેક શાળાઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો જેને ધ્યાનમાં લઈને સરકારે શાળામાં નવરાત્રી વેકેશન રદ્દ કરવાનો […]

Continue Reading

ઓમ શાંતિ બ્રહ્માકુમારીઝના ગુજરાતના ઝોનલ હેડ સરલા દીદીનું નિધન

ઓમ શાંતિ બ્રહ્માકુમારીઝના ગુજરાતના ડાયરેક્ટર અને ઝોનલ હેડ રાજયોગિની બ્રહ્માકુમારી સરલા દીદીનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરલા દીદીએ આજે બપોરે 12.10 કલાકે અંતિમ શ્વાસ લીધો હતો. આજે તેમનો પાર્શ્વ દેહ સાંજે 5 કલાકથી 8 કલાક સુધી અમદાવાદના બ્રહ્માકુમારી, સુખ શાંતિ ભવન, ભૂલાભાઈ પાર્ક રોડ, કાંકરીયા અમદાવાદ ખાતે પુષ્પાંજલિ માટે રાખવામાં આવશે. ત્યારબાદ શુક્રવારે […]

Continue Reading

બિલ્કીશબાનુ કેસના આરોપી IPS ભગોરા, ડૉ. અરુણ અને સંગીતા બરતરફ કરાયા

વર્ષ 2002માં ગુજરાતમાં વ્યાપાક પ્રમાણમાં ફાટી નિકળેલી હિંસા દરમિયાન દાહોદમાં અનેક લોકો માર્યા ગયા હતા. બિલ્કીશ બાનુ કેસ સહિતના આ મામલે પહેલા પોલીસ અને બાદમાં સીબીઆઈએ તપાસ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરોપી પોલીસ અધિકારીઓ અને ડૉક્ટર સામે કેમ કોઈ કાર્યવાહી કરી નથી તેવી પૃચ્છા કરતા ગુજરાત સરકારે […]

Continue Reading

ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઈ જાનહાનિ નહીં

ત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાતા, ડીસા, અમીરગઢ, માઉન્ટ આબુ સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા. ગાંધીનગરથી ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે રાતે 10.31 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરથી 31 કિમી દૂર ઉત્તર પૂર્વમાં હતું. આંચકા આવતા લોકો ડરના માર્યા ઘરની […]

Continue Reading

હવામાન વિભાગે કરી આગાહી, 48 કલાકમાં ચોમાસુ કેરળ પહોંચશે

આગલા 48 કલાકમાં ચોમાસુ કેરળ તટે ટકોરા મારી શકે છે. ભારતીય હવામાન વિભાગની અગાહી મુજબ બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાંથી આવતા પવનના કારણે ચોમાસાને આગળ વધવા અને મજબૂત બનવામાં મદદ મળશે. આ સ્થિતિ ચાલુ રહે તો હવે પછીના 48 કલાકમાં કેરળમાં ભારે વરસાદ થવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આંધ્રપ્રદેશમાં કેટલીય જગ્યાએ પ્રિમોન્સુન વર્ષ થઈ […]

Continue Reading

MLA ભાઈ બહેનને જાહેરમાં લાત મારે અને બહેન રાખડી બાંધી માફ કરે -શું સરકારે માફ કરી દેવા જોઈએ?

અમદાવાદની નરોડા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી ધોળા દિવસે ભર બજારમાં એક સ્ત્રીને આક્રમક રીતે લાતો વડે માર મારે છે એનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી એન.સી.પી.ના કુબેરનગર(અમદાવાદ)વોર્ડના વડા નેતા નીતુ તેજવાણીને ક્રૂરતાપૂર્વક મારતા દેખાય છે. નીતુ તેજવાણી અને બહેનો તેમનાં વિસ્તારમાં પાણીની સમસ્યા મુદ્દે ધારાસભ્યની ઓફિસ સામે રવિવારે […]

Continue Reading