આજે ભારતને વિંગ કમાન્ડર ‘અભિનંદન’ મળશે : વાઘા બોર્ડર ઉપર કમાન્ડરને પરત મોકલવા પાકિસ્તાનને ફરજ પડી

સરહદે શાંતિ સ્થાપવા અમે ભારતીય પાયલટને છોડી રહ્યા છીએ – પાકિસ્તાન ભારત અને બીજા દેશોના દબાણને પગલે પાકિસ્તાને ઝુકવુ પડયું છે અને ગઈ કાલે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંસદમાં જાહેરાત કરી હતી કે અમે ભારતીય પાયલટ અભિનંદનને આજે એટલે કે શુક્રવારે વાઘા બોર્ડર ઉપર ભારતને પરત સોપી દઇશું.ઇમરાન ખાનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું […]

Continue Reading

શેરબજાર કૌભાંડી હર્ષદ મહેતાના પરિવારજનોને કોર્ટે રાહત આપી

એક સમયે સ્ટોક માર્કેટમાં ગોટાળો કરીને આખા દેશમાં ચર્ચાસ્પદ બનેલા હર્ષદ મહેતાના પરિવારજનોને કોર્ટે મોટી રાહત આપી છે. ઈન્કમટેક્સ વિભાગે મહેતા પરિવાર પર 1992-93ના નાણાકીય વર્ષમાં જેના પર ટેક્સ નથી લાગ્યો તેવી આવકમાં 2000 કરોડનો વધારો કર્યો હતો.જેની સામે હર્ષદ મહેતાની પત્ની જ્યોતિ અને તેમના ભાઈ અશ્વિન મહેતા ઈન્કમટેક્સ એપિલેટ ટ્રિબ્યુનલમાં ગયા હતા.હવે ટ્રિબ્યુનલે ઈનમટેક્સ […]

Continue Reading

પાકિસ્તાની ગીતો વગાડવાનું બંધ કરોઃ ઠાકરે

પાકિસ્તાની ગાયકો સાથે કામ કરવાનું બંધ કરવા મ્યુઝિક કંપનીઓને દબાણ કર્યા બાદ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ હવે એફએમ રેડિઓ ચેનલોને પાકિસ્તાની ગાયકોના ગીતોનું પ્રસારણ (વગાડવા) કરવા સામે ચેતવણી આપી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ઓછામાં ઓછા ૪૦ સૈનિકોનો જાન લેનારા આતંકી હુમલા પછી  પણ પાકિસ્તાની ગાયકો અને સંગીતકારો ગીતોનું પ્રસારણ કરવાનું યથાવત રાખવા બદલ એફએમ […]

Continue Reading

ગેસ કંપની ઈન્ડેનના ગ્રહકોના આધાર ડેટા લીક

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની એલપીજી ગેસ કંપની ઈન્ડેનમાંથી લાખો ડિલરો અને ડિસ્ટ્રીબ્યૂટરોના આધાર કાર્ડની વિગતો લીક થઈ હોવાનું ફ્રેન્ચ સંશોધક બાપ્ટીસ્ટ રોબર્ટે જણાવ્યું હતું. તેણે બ્લોગમાં લખ્યા પ્રમાણે લગભગ ૬૭ લાખ ડિલર્સ અને ડિસ્ટ્રીબ્યુટરના આધાર ડેટા લીક થઈ ગયા હતા. લોકલ ડિલરના પોર્ટલ ઉપર જરૂરી ઓથેન્ટીકેશન નહીં હોવાથી ઈન્ડેનના ગ્રાહકોના આધાર નંબર અને સરનામા લીક થાય […]

Continue Reading

કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વઘીને 12 ટકા

કેન્દ્રીય કેબિનેટે એક જાન્યુઆરી, ૨૦૧૯થી અમલમાં આવે તે રીતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. કેબિનેટના આ નિર્ણયનો લાભ ૧.૧ કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકના અંતે નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં […]

Continue Reading

કાશ્મીરના યુવાનોને સેનાની ચેતવણી

કાશ્મીરમાં પુલવામા હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, આ હુમલામાં કાશ્મીરી અને પાકિસ્તાની આતંકીઓ સામેલ છે. જેને પગલે હવે સૈન્યએ કાશ્મીરમાં આતંકવાદના સફાયા માટે આક્રમક પગલાં લીધા છે. સૈન્ય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ કાશ્મીરમાં હથિયાર ઉઠાવશે તેને સાફ કરી દેવામાં આવશે. સૈન્યએ આ ચેતવણી એવા સમયે આપી છે […]

Continue Reading

શત્રુઘ્ન સિંહાએ પીએમ મોદીના વખાણ કર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૩૩,૦૦૦ કરોડની કિંમતના પટના મેટ્રો રેલ અને અન્ય પ્રોજેક્ટોના કરેલા ઉદ્ઘાટન બાદ બડબોલા શત્રુઘ્ન સિંહાએ રવિવારે મોદીના વખાણ કરતા જણાવ્યું હતું કે આ યોજનાઓને લીધે બિહારનો વિકાસ થશે. સિંહાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારને પટના મેટ્રો પ્રોજેક્ટ માટે આવકારું છું. […]

Continue Reading

આસામને બીજું કાશ્મીર બનવા નહીં દેવાય: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે આસામની મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે સુરક્ષા જવાનોના બલિદાન વ્યર્થ નહીં જાય. સુરક્ષાના મુદ્દે કોઈ બાંધછોડ કરાશે નહીં. એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સમર્થક આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષાસે નહીં. પાકિસ્તાનના કાયરતાભર્યા હુમલાનો બદલો લેવાશે. કેન્દ્રમાં કૉંગ્રેસ નહીં પણ મોદી સરકાર છે. કૉંગ્રેસ અને આસામ ગણ પરિષદને […]

Continue Reading

હુર્રિયત નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ

કાશ્મીરના પુલવામામાં ગયા સપ્તાહે થયેલા આતંકવાદીઓના હુમલા બાદ સીઆરપીએફના ૪૪ જવાન શહીદ થયા હતા ત્યારબાદ સરકાર એક પછી એક કડક પગલાં લઈ રહી છે. રવિવારે કેન્દ્ર સરકારે વધુ એક નિર્ણય લઈને જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી હુર્રિયત નેતાની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. આ મોટો નિર્ણય દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરની બેઠકમાં લેવાયો હતો. મીરવાઈસ ઉમર ફારુક શેખ, અબ્દુલ […]

Continue Reading

પાકિસ્તાન ત્રાસવાદને રક્ષણ પૂરું પાડે છે: રાજનાથ

કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથસિંહે રવિવારે પાકિસ્તાનની ટીકા કરતા તેના પર જમ્મુ અને કાશ્મીરના પુલવામા ખાતે આતંકવાદી હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો. આ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનોના મૃત્યુ થયા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે આતંકવાદનો સફાયો કરવા માટે ચલાવેલા સફળ અભિયાનોને કારણે ભુરાટા થયેલા આતંકવાદીઓ પર તેમણે આરોપ મૂક્તા જણાવ્યું હતું કે પડોશી દેશ પાકિસ્તાન […]

Continue Reading