વેસ્ટ ઈન્ડિઝ સામે સદી નોંધાવી વિરાટ કોહલીએ નવો ઈતિહાસ રચ્યો

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ બુધવારે વરસાદથી પ્રભાવિત ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં પોતાની 43મી સદી નોંધાવી. આ સાથે જ તેણે એક નવી સિદ્ધિ પોતાના નામે કરી દીધી છે. વિરાટ કોહલી 10 વર્ષમાં 20,000 આંતરરાષ્ટ્રીય રન નોંધાવનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. બુધવાર કોહલીએ સળંગ બીજી સદી નોંધાવી હતી અને ભારતને છ વિકેટે […]

Continue Reading

ભારતીય ટીમ હાલ ડેવિસ કપ રમવા પાકિસ્તાન નહી જાય

ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને (એઆઇટીએ) ડેવિસ કપનું આયોજન કરતાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન (આઇટીએફ)ને સ્પષ્ટપણે એવી વિનંતી કરી છે કે, તેઓ ભારતની ડેવિસ કપ ટાઈનું સ્થળ બદલી નાંખે અથવા તો પાકિસ્તાનમાં રમાનાડી ડેવિસ કપની મેચો કેટલાક મહિનાઓ માટે સ્થગિત કરી દે. એઆઇટીએના ઈ-મેલના પગલે એ બાબત સ્પષ્ટ બની ગઈ છે કે, ભારતીય ટીમ હાલના તબક્કે પાકિસ્તાનમાં […]

Continue Reading

કોહલીની ૪૨મી સદી : વન ડેમાં ભારત તરફથી સર્વાધિક રન ફટકારવામાં બીજા ક્રમે

ભારતીય કેપ્ટન કોહલીએ વિન્ડિઝ સામેની શ્રેણીની બીજી વન ડેમાં શાનદાર બેટીંગ કરતાં કારકિર્દીની રેકોર્ડ ૪૨મી સદી સાથે ૧૨૦ રનની ઈનિંગ રમી હતી. કોહલીએ આ ઈનિંગ દરમિયાન વિક્રમોની વણઝાર સર્જી હતી. તેણે વન ડે ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ રન ફટકારવામાં બીજો ક્રમ હાંસલ કરી લીધો છે. કોહલીની સદી તેમજ ઐયરની અડધી સદીની મદદથી ભારતે પ્રથમ […]

Continue Reading

ભારત વિન્ડીઝ સામે છેલ્લી 8 બાઈલેટરલ સિરીઝથી અપરાજિત, વર્લ્ડકપ પછી આજે પ્રથમ વનડે રમશે

વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ પછી ભારત પહેલી વાર વનડે રમવા મેદાને ઉતરશે. 3 મેચ સિરીઝમાં વિન્ડીઝ સામેના પ્રથમ મુકાબલો ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગે પ્રોવિન્સ સ્ટેડિયમ ગયાના ખાતે રમાશે. શિખર ધવન આ મેચથી વનડે ફોર્મેટમાં વાપસી કરશે. તે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે ઈજાગ્રસ્ત થતા ટૂર્નામેન્ટની બહાર થયો હતો. ટી-20માં વિન્ડીઝનો વ્હાઇટવોશ કર્યા પછી વનડેમાં પણ ટીમ […]

Continue Reading

વિન્ડીઝ સામે આ ભારતીય બોલરે મચાવ્યો તરખાટ

પેસ બોલર દીપક ચહરના ઘાતક સ્પેલ બાદ સુકાની વિરાટ કોહલી તથા રિષભ પંતે નોંધાવેલી અડધી સદીની મદદથી ભારતે અહીં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટે હરાવીને યજમાન ટીમને ત્રણ મેચની શ્રોણીમાં ૩-૦થી વ્હાઇટવોશ કર્યો હતો. ભારતે આ સાથે આઠ વર્ષના ગાળા બાદ વિન્ડીઝમાં શ્રોણી જીતી છે. વેસ્ટ ઇન્ડિઝના છ વિકેટે ૧૪૬ […]

Continue Reading

વર્ષ 2003ના વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને શોએબ અખ્તરે કર્યો મોટો ઘટસ્ફોટ

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે 2003 વર્લ્ડ કપમાં ભારત સામેની હારને તેના કરિયરની સૌથી ખરાબ મેચ બતાવી છે. 2003માં દક્ષિણ આફ્રિકાના સેંચુરિયનમાં રમાયેલ વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાને એ મેચમાં 274 રનનો સ્કોર બનાવ્યો હતો. જેને ભારતે માત્ર 4 વિકેટ ગુમાવી ચેઝ કરી મેચ જીતી હતી. અખ્તરે તેના […]

Continue Reading

ગંભીરે દિલ્હીના બે સિનિયર ક્રિકેટરોની ઓફિશિયલી ટ્વિટર પર કાઢી ઝાટકણી

ભારતીય ટી-૨૦ ટીમ તરફથી વિન્ડિઝ સામેની મેચમાં શાનદાર દેખાવ કરનારા હરિયાણાના ફાસ્ટ બોલર નવદીપ સૈનીની સફળતાને બિરદાવતા તેના ભૂતપૂર્વ કેપ્ટન અને દિલ્હીના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે તેના બે સિનિયર ક્રિકેટરો અને ઓફિસિઅલ્સ – બિશન સિંઘ બેદી અને ચેતન ચૌહાણની ઝાટકણી કાઢી હતી. ગંભીરે કરેલી ટ્વીટમાં ઈશારો કર્યો હતો કે, બેદી અને ચેતન ચૌહાણે યુવા ફાસ્ટ […]

Continue Reading

ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે ભારત 22 રન મેચ જીત્યું, વિન્ડીઝ સામે વિદેશમાં 8 વર્ષ પછી સિરીઝ જીત્યું

ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી-20 22 રને જીતી હતી.તે સાથે જ ભારતે 3 મેચની સિરીઝમાં 2-0ની અજય લીડ મેળવી લીધી છે. ભારત વિન્ડીઝ વિરુદ્ધ 8 વર્ષ પછી વિદેશમાં સિરીઝ જીત્યું છે. ટીમ છેલ્લે 2011માં કિંગ્સ્ટન ખાતે સિરીઝ જીતી હતી. તેમજ વિન્ડીઝ સામે સતત બીજી ટી-20 સિરીઝમાં જીત મેળવી છે. ઉપક્પ્તાન […]

Continue Reading

ભારતે પ્રથમ ટી-20માં 4 વિકેટે જીત મેળવી, વિન્ડીઝ સામે સતત ચોથી મેચ જીત્યા

ભારતે ત્રણ મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચમાં ફ્લોરિડા ખાતે વેસ્ટ ઇન્ડિઝને 4 વિકેટે હરાવ્યું હતું. તે સાથે જ 1-0ની લીડ પણ મેળવી લીધી છે. ભારત વિન્ડીઝ સામે છેલ્લે 2017માં કિંગ્સ્ટનમાં હાર્યું હતું. 96 રનનો પીછો કરતા ભારતે 17.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ભારત માટે કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો […]

Continue Reading

ફૂટબોલર મેસી પર ઇન્ટરનેશનલ મેચોમાં 3 મહિનાનો પ્રતિબંધ, દક્ષિણ અમેરિકન ફૂટબોલ સંઘને ભ્રષ્ટાચારી કહ્યું હતું

આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનલ મેસી પર દક્ષિણ અમેરિકન ફૂટબોલ કન્ફેડરેશને ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. આ દરમિયાન તે ઇન્ટરનેશનલ મેચ રમશે નહીં. જોકે મેસી સ્પેનિશ ક્લબ બાર્સેલોના માટે રમી શકે છે. મેસીએ ગયા મહિને કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટમાં કન્ફેડરેશન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. મેસીને 34.83 લાખ રૂપિયાનો દંડ પણ થયો છે. મેસી અને આર્જેન્ટિના નિર્ણય […]

Continue Reading