ગૃહ મંત્રી અમિત શાહ આગામી સપ્તાહે જમ્મુ-કાશ્મીરનાં પ્રવાસે, વિપક્ષી પાર્ટીઓમાં ફફડાટ ફેલાયો

વર્તમાન પરિસ્થિતિની વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આગામી સપ્તાહે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જઇ શકે છે. તેમનો આ પ્રવાસ ઘણો મહત્વનો મનાઇ રહ્યો છે. જો કે હજુ સુધી સત્તાવાર એલાન નથી થયું કે અમિત શાહનો પ્રવાસ કેટલા દિવસનો હશે. પરંતુ મનાઇ રહ્યું છે કે તેઓ બે દિવસ સુધી ત્યાં રોકાણ કરી શકે છે. આ દરમિયાન તેઓ […]

Continue Reading

ઉન્નાવ દુષ્કર્મ કાંડ: આરોપી ધારાસભ્યની પુછપરછ કરવા સીતારપુર જેલ પહોંચી CBI

ઉન્નાવ દુષ્કર્મ કાંડમાં તપાસ કરનારી CBI ટીમ આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પુછપરછ કરવા સીતાપુર જેલ પહોંચી. CBI ટીમમાં ચાર ઑફિસર હાજર રહ્યા. આ અગાઉ એજન્સીએ પીડિતાના પરિવારનું નિવેદન લીધું હતું. આ અગાઉ CBI અને કેન્દ્રીય ફોરેન્સિક ટીમ એક વખત ફરી ઘટનાસ્થળે પહોંચી હતી અને નજીકથી નિરીક્ષણ કર્યું હતું. સાથે જ સર્વિલાંસ અને SOGની ટીમ […]

Continue Reading

આતંકવાદ સામે મોદી સરકારને મળી મોટી સફળતા, રાજ્યસભામાં UAPA બિલ પાસ થયું

રાજ્ચસભામાં UAPA બિલ પાસ કરાવવામાં મોદી સરકારને સફળતા મળી છે. રાજ્યસભામાં ચીઠ્ઠી દ્વારા મતદાન કરવામાં આવ્યુ. જે દરમ્યાન બિલના પક્ષમાં 147 અને વિરોધમાં 42 મત પડ્યા. જેથી બિલમાં સંશોધન કરવાનો રસ્તો પણ સાફ થયો. આ બિલમાં કોઈ વ્યક્તિ કે સંગઠનને આતંકવાદી ઘોષિત કરવાની જોગવાઈ સામેલ છે. લોકસભા UAPA બિલ પાસ થયા બાદ રાજ્યસભામાં પણ આ […]

Continue Reading

ઉન્નાવ બળાત્કાર પીડિતાનાં માતાએ કહ્યું, ‘અમને પણ મારી નાખે તો શું થયું?’

“ક્યાં સુધી ડરીશું? મારી નાખશે તો મારી નાખશે. જ્યારે આટલા લોકોને મારી નાખ્યા છે તો અમને પણ મારી નાખશે, તો શું થયું?” ઉન્નાવ બળાત્કાર કેસનાં પીડિતા હાલ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યાં છે, ત્યારે તેમનાં માતાના આ શબ્દોમાં હતાશા દેખાઈ રહી છે. બીબીસીએ લખનૌની એ હૉસ્પિટલમાં પીડિતાનાં માતા સાથે મુલાકાત કરી, જ્યાં તેમનાં પુત્રી […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહાસભાના સત્રને 28 સપ્ટેમ્બરે સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને 28 સપ્ટેમ્બરના રોજ સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્રના 74મા સત્રમાં વૈશ્વિક નેતાઓના સંબોધન કાર્યક્રમની પ્રારંભિક યાદીમાં આ જાણકારી અપાઈ છે. આ યાદી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કર્યું હતું. નરેન્દ્ર મોદી ન્યૂયોર્કની યાત્રા દરમિયાન યુએન મહાસભા સત્ર […]

Continue Reading

આઝમ ખાન વિરુદ્ધ EDએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો

સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરથી સાંસદ આઝમ ખાનની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. EDએ તેની વિરુદ્ધ કાર્યવાહી કરતા મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. આઝમ ખાન પહેલાથી જ જમીન સાથે જોડાયેલા મામલે ઘેરાયેલા છે. તેમની યૂનિવર્સિટી પર દરોડા પડી રહ્યાં છે. આ મામલે તેમના પુત્ર અબ્દુલ્લાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જો કે આઝમ […]

Continue Reading

મોટર વ્હીકલ સુધારા બિલ રાજ્યસભામાં પાસ, બિલના પક્ષમાં 108 અને વિરોધમાં માત્ર 13 વોટ

લોકસભા બાદ રાજ્યસભામાં પણ મોટર વ્હીકલ સુધારા બિલ પાસ થયું. કેન્દ્ર સરકાર દ્વારા બિલ રજૂ કરાયા બાદ તેના પર ચર્ચા કરાવવામાં આવી હતી અને ત્યારબાદ વોટિંગ થયું. જેમાં બિલના પક્ષમાં 108 અને વિરોધમાં માત્ર 13 વોટ પડ્યા. બિલમાં મોટર વ્હીકલ એક્ટને વધુ કડક બનાવવાની જોગવાઇ સામેલ છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમોને તોડવા પર વધુ દંડની […]

Continue Reading

ગાંધી પરિવારના નજીકના બે નેતાઓઓએ કેસરિયા કરી કહ્યું, ‘કોંગ્રેસનું નેતૃત્વ શૂન્ય છે’

ગાંધી પરિવારના નજીકના નેતાઓમાં આવતા સંજય સિંહ અને તેમની પત્નિ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. સંજયસિંહે મંગળવારે કોંગ્રેસ અને રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારથી જ નક્કી મનાતું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જ્યારે તેમના પત્નિ ઉત્તરપ્રદેશ પ્રોફેશનલ કોંગ્રેસની અધ્યક્ષ […]

Continue Reading

RSSની સૈનિક સ્કૂલમાં મોંબ-લિંચિંગની રીત શીખવાડવામાં આવશે: અખિલેશ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) આગામી વર્ષે પોતાની પ્રથમ સૈનિક સ્કૂલ શરુ કરશે, જેમાં સશસ્ત્ર દળોમાં શામેલ થવા ઈચ્છતા બાળકોને ભણાવાશે. બીજી તરફ, આરએસએસની સૈનિક સ્કૂલ ખોલવાના સમાચાર બાદ રાજકારણ ગરમાવા માંડ્યું છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આરએસએસના સૈનિક સ્કૂલ ખોલવાના નિર્ણય પર સવાલ ઉઠાવીને આકરો હુમલો કર્યો છે. અખિલેશ યાદવે કહ્યું કે, ‘આરએેસએસ જો […]

Continue Reading

દિલ્હીને કેજરીવાલ સરકારની ઉત્તમ ભેટ, વીજળી સસ્તી કરી

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે વીજળી બિલ પર ફિક્સ ચાર્જમાં નોંધનીય ઘટાડો કરતા દિલ્હીવાસીઓને મોટી ભેટ આપી છે. સરકારે 15 કિલોવોટ સુધી વપરાશ કરતા ઘરેલુ ગ્રાહકો માટે ફિક્સ ચાર્જમાં પ્રતિ કિલોવોટ 75 રુપિયાથી લઇને 105 રુપિયાનો ઘટાડો કર્યો છે. આ સિવાય મનોવિજ્ઞાનીકો અને ફિઝિયોથેરાપિસ્ટને પણ ઘરેલુ શ્રેણીનો લાભ પ્રદાન કર્યો છે. નવા રેટ પહેલી ઓગસ્ટથી અમલમાં […]

Continue Reading