નવું ગતકડું આવ્યું, થરાદના શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ ઢોલ-નગારા લઇને તીડ ઉડાવવા જશે !

બનાસકાંઠા: સરકારના કેટલાક નિર્ણયો ઘણી વખત હાસ્યાસ્પદ અને શિક્ષણ વ્યવસ્થા નબળી પાડનારા હોય છે, આવું જ જોવા મળ્યું છે બનાસકાંઠામાં, અહીના ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં છે, તીરના આક્રમણને કારણે ખેતીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે થરાદમાં તંત્ર દ્વારા તીરના ઉપદ્રવ સામે લડવા આદેશ કરાયો છે, શિક્ષકોએ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યાએ તીડ ઉડાવવાના છે, તેઓ […]

Continue Reading

2017માં રોડ તૂટવાનો મામલો, મ્યુ.કમિશનરે 23 ઈજનેરી અધિકારીઓને ચાર્જશીટ આપી, મોટા પાયે નાણાંકીય નુકસાનનો ઉલ્લેખ

વર્ષ 2017માં તૂટેલા રોડ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 23 ઈજનેરી અધિકારીઓને ચાર્જશીટ આપી છે. જેમાં મ્યુનિસિપલ સિટી ઈજનેર અને સિટી ઈજનેર (રોડ-પ્રોજેક્ટ)નો સમાવેશ થાય છે. આ પહેલા 70થી વધુ રોડ તૂટવાની બેદરકારી અંગે વિજિલન્સ તપાસ કરી દોષિત સાબિત થયેલા ઈજનેર અધિકારીઓને દંડ તથા ઈન્ક્રીમેન્ટ કપાતની સજા કરવામાં આવી હતી. તેમજ તે સમયે(2017) એડિશનલ ઈજનેર તરીકેનો […]

Continue Reading

2008માં કલેક્ટર કચેરીમાં તોડફોડ કેસ, બે પૂર્વ MP-બે પૂર્વ MLA અને વાંકાનેરના ધારાસભ્ય સહિત 12 દોષિતોને એક વર્ષની સજા

2008ની સાલમાં જસદણના તે સમયના કોંગેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની જમીન કૌભાંડના મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. બાદમાં ટોળું વિફરતા કલેક્ટર કચેરીમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસે તે સમયે 179 કોંગી આગેવાનો સહિત […]

Continue Reading

રાજકોટ: ‘તારા વગર મારી જિંદગી અધૂરી’ કહી એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંક્યા

રાજકોટના ધરારમાં એક પાગલ પ્રેમીએ તેની પ્રેમિકાને છરીના ઘા મારી દીધા હોવાની ઘટના સામે આવી છે.પ્રેમીકાને છરી માર્યા બાદ તેણે પોતે પણ પોતાને છરીના ઘા માર્યા. રાજકોટ માં ધરાર પ્રેમી એ પ્રેમિકા ને મારી છરી રાજકોટ જિલ્લા ના લોધિકા GIDC ની ઘટના ધરાર પ્રેમીએ યુવતી ને છરી મારી અને પછી પોતે પણ છરી મારી વિક્રમ […]

Continue Reading

જૈસલમેરમાં ભારત-પાક બોર્ડર પર ચાર એન્ટી ટેન્ક માઈંસ મળ્યા, BSFની તપાસ શરૂ

રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ચાર એન્ટી ટેન્ક માઈંસ મળી આવ્યા છે. લોંગેવાલામાં ઓએનજીસીના તેલ અને ગેસની શોધ કરતી વખતે ટેન્ક માઈંસ મળી આવ્યા છે. 1965 અને 1971માં લોંગેવાલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. ઓએનજીસીના મજૂરોએ ખોદકામ દરમિયાન એન્ટી ટેન્ક માઈંસ બહાર કાઢ્યા હતા. બીએસએફના અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી જઈને મામલાની તપાસ હાથ […]

Continue Reading

જીરા ગામે કુદરતી હાજતે ગયેલા મજૂરને ગળાના ભાગેથી દબોચી 500 મીટર સુધી ઢસડી સિંહે ફાડી ખાધો, માનવભક્ષી પાંજરે પુરાયો

દલખાણીયા રેન્જના કરમદડી બીટમાં આવેલા જીરા ગામમાં ખેત મજૂર કદુભાઇ મોતીભાઇ ભીલાડ (ઉ.વ.55) કુદરતી હાજતે ગયો હતો. પરંતુ અચાનક પાછળથી આવેલા સિંહે ગળાના ભાગેથી દબોચી 500 મીટર સુધી ઢસડી જઇ ફાડી ખાધો હતો. ઠંડીને કારણે ઓઢેલી શાલ લોહીથી લથબથ મળી આવી હતી. તેમજ મજૂરનું પેન્ટ પણ લોહીના ડાઘ સાથે મળી આવ્યું હતું. ઘટનાસ્થળે લોહીથી ભરેલા […]

Continue Reading

‘હેલ્લારો’ની 13 એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ, અમિતાભને 29 ડિસેમ્બરે ફાળકે સન્માન મળશે

66મા નેશનલ એવોર્ડ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ ગયા. એવોર્ડ ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આપ્યાં હતાં. આ પ્રસંગે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, સચિવ રવિ મિત્તલ, જ્યૂરી પ્રમુખ રાહુલ રવૈલ, ઉત્પલ બોરપુજારી, ફિરદૌસુલ હસન, અશોક દુબે તથા વિનર્સ હાજર રહ્યાં હતાં. આ વર્ષે ઓગસ્ટમાં નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. વિજેતાઓને સ્વર્ણ […]

Continue Reading

10 દિવસમાં કરોડો તીડનું ટોળું 150 કિમી સુધી ગુજરાતમાં ઘૂસ્યું, ગાંધીનગર સુધી પણ ત્રાટકી શકે

ગુજરાતમાં તીડનું આક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠાના વાવથી 10 દિવસ પહેલા ઘૂસેલું કરોડો તીડનું ટોળું ધીમે-ધીમે પાટણ થઈને મહેસાણાના સતલાસણા સુધી પહોંચી ગયું છે. એટલે કે, તીડનું આક્રમણ 150 કિમી સુધી આવી ગયું છે. હજુ તીડના આક્રમણ પર અંકુશ મૂકવામાં નહીં આવે તો માત્ર 100 કિમી દૂર ગાંધીનગર સુધી તીડનું ટોળું પહોંચી શકે […]

Continue Reading

મંદિરના પુજારીમાંથી કેન્યામાં રૂ. 5000 કરોડનું બિઝનેસ એમ્પાયર ઉભું કરતાં સુરેન્દ્રનગરના નરેન્દ્ર રાવલ

આપણી આસપાસ ‘રંકમાંથી અમીર’ થયેલા લોકોનાં અનેક ઉદાહરણો હશે, પરંતુ ગુજરાતમાં સુરેન્દ્રનગર જીલ્લાના એક નાનકડા ગામ માથકમાં જન્મેલા નરેન્દ્ર રાવલનું જીવન અને તેનો ઘટના ખૂબ જ પ્રેરણાદાયક છે. એવા સમયે કે જ્યારે માત્ર એક ટંકનુ ભોજન લકઝરી ગણાતુ હતું, એવી સ્થિતિમાંથી આફ્રિકાના સફળ ઉદ્યોગ સાહસિક બનવાની વાત તેમના વિશે ઘણું બધુ કહી જાય છે. આજે […]

Continue Reading

કાંકરિયા કાર્નિવલ પહેલા અટલ એક્સપ્રેસ, બલૂન સહિતની રાઈડ્સ શરૂ થશે, બે દિવસમાં મંજૂરી અપાશે

25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા લેક ખાતે કાંકરિયા કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યો છે. કાંકરિયાનું આકર્ષણ એવી તમામ રાઈડ્સ હાલમાં બંધ હાલતમાં છે જે કાંકરિયા કાર્નિવલ પહેલા શરૂ થઈ જશે. કાંકરિયાની મિની ટ્રેન અટલ એક્સપ્રેસ, બલૂન અને એમ્યુઝમેન્ટ પાર્ક 24 ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ જશે. કાંકરિયા ઝુના ડાયરેકટર આર.કે. સાહુએ વાતચીતમાં જણાવ્યું હતું કે રાઈડ્સના […]

Continue Reading