રાજ્યપાલે કહ્યું- પોલીસ નહીં ભ્રષ્ટ નેતાઓની હત્યા કરે આતંકી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે એક વિવાદી નિવેદન કરી દીધું. મલિકે કહ્યું કે આતંકીઓએ પોલીસવાળાને બદલે ભ્રષ્ટ નેતાઓ અને અમલદારશાહોની હત્યા કરવી જોઇએ. તેમના આ નિવેદનની માજી મુખ્યમંત્રી સહિતના નેતાઓએ ટીકા કરી છે. એમને મારો જેમણે તમારો દેશ લૂંટ્યો છે કારગિલમાં ભાષણ આપતા રાજ્યપાલે કહ્યું કે ‘ આ યુવાનો જે બંદૂક હાથમાં લઇ અમસ્તા […]

Continue Reading

શીલા દીક્ષિતનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન, નિગમબોધ ઘાટ પર અંતિમ વિદાય

કોંગ્રેસના સિનિયર નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિતનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે અને આ સાથે જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે દુનિયાને અલવિદા કહી દીધી છે. દિલ્હીમાં વરસાદ વચ્ચે પણ લોકો તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યાં છે. આ અગાઉ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે નિગમ બોધ ઘાટ લાવવામાં આવ્યો છે. જ્યાં તેમના […]

Continue Reading

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રસ નેતા શિલા દીક્ષિતનું નિધન

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સિનિયર નેતા શિલા દીક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેઓ સૌથી વધારે 1998 થી 2013 સુધી 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યાં છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી બિમાર હતા અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શિલા દીક્ષિત 1998 થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યાં. આ ઉપરાંત તેઓ […]

Continue Reading

ભાઈ-ભાભી પર દરોડા બાદ માયાવતીએ ભાજપ પર હૈયાવરાળ ઠાલવી

બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. નોઈડામાં પોતાના ભાઈ અને ભાભીની કથિત બેનામી સંપત્તિ જપ્ત કરી લેવાથી નારાજ માયાવતીએ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપે લોકસભાની ચૂંટણીમાં આવી બેનામી સંપત્તિની મદદથી જ વિજય મેળવ્યો છે. તેથી સૌપ્રથમ તો તેમણે આ અંગે […]

Continue Reading

રાજ્યપાલ વજુભાઇએ વિશ્વાસનો મત લેવા સૂચના આપતા હોબાળો

કોંગ્રેસ અને જેડીએસના 16 ધારાસભ્યોના રાજીનામા બાદ કર્ણાટકમાં સર્જાયેલો વિવાદ વધુ ચગ્યો છે. ગુરૂવારે વિધાનસભામાં વિશ્વાસ મતની પ્રક્રિયા હાથ ધરાવાની હતી, જોકે અચાનક રાજ્યપાલ વજુભાઇ વાળાએ સ્પીકર રમેશ કુમારને પત્ર લખીને કહ્યું કે આજે જ વિશ્વાસમત પ્રક્રિયાને હાથ ધરવામાં આવે. વજુભાઇ વાળાના આ પત્રથી જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યો રોષે ભરાયા હતા અને આરોપ લગાવ્યો હતો […]

Continue Reading

સોનભદ્ર: પ્રિયંકા ગાંધીની થઈ અટકાયત, સ્થાનિક પોલીસ ગેસ્ટ હાઉસ લઈ ગઈ

સોનભદ્ર હત્યાકાંડના પીડિતોની મુલાકાતે જતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને સ્થાનિક પોલીસે રોક્યો છે. પ્રિયંકાના આ કાફલાને મિર્ઝાપુર અને વારાણસીની સરહદ પર રોકવામાં આવ્યો છે. તેથી નારાજ પ્રિયંકા ગાંધી સમર્થકો સાથે નારાયણપુરમાં ધરણા પર બેઠા. ત્યાર બાદ પોલિસે તેમની અટકાયત કરી છે. આપને જણાવી દઈએ કે સોનભદ્રમાં 10 લોકોની હત્યા બાદ પ્રિયંકા ગાંધી પીડિત પરિવારોને […]

Continue Reading

સરકારને લાયકાત ધરાવતા તબીબો ન મળી રહ્યા હોવાનો ગૃહમાં ખુલાસો થયો

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ માટે સરકારને લાયકાત ધરાવતા તબીબો મળતા ન હોવાનો ખુલાસો થયો છે. કોંગી ધારાસભ્યે સી.જે ચાવડાએ ગૃહમાં પૂછેલા સવાલના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાને લેખિતમાં જવાબ આપ્યો હતો. અને કહ્યુ હતુ કે, બી જે મેડિકલ કોલેજમાં વર્ગ એકથી ત્રણની કુલ 114 જગ્યાઓ ખાલી છે. જેમાં વર્ગ એકની 48, વર્ગ બેની 12 અને વર્ગ […]

Continue Reading

ઉલટી ગંગા : ગુજરાતની આ જગ્યાએ આજે કોંગ્રેસ ભાજપને ટેકો આપે તેવી શક્યતા

ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં ઉપપ્રમુખ સામે થયેલ અવિશ્વાસની દરખાસ્તના મામલે આજે ખાસ સભા બોલાવીને મતદાન કરાશે. સત્તાધારી પક્ષ ભાજપના 16 સભ્યો દ્વારા જે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે તેને કોંગ્રેસના 19 સભ્યો ટેકો આપે તેવી સંભાવના વર્તાઇ રહી છે. કૉંગ્રેસ પક્ષ દ્વારા દરખાસ્ત નામંજુર કરવા સભ્યોને વ્હીપ આપવામાં આવ્યો છે. જોકે ભાજપના જ 16 સભ્યોએ […]

Continue Reading

કંગાળ પાકિસ્તાન : ઈમરાન ખાન ટ્રમ્પને મળવા ચાર્ટર પ્લેનની જગ્યાએ ફ્લાઈટમાં જશે

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન 21થી 23 જૂલાઈ અમેરિકાના પ્રવાસે જવાના છે. અમેરિકા-પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સંબંધો વચ્ચે ઈમરાનખાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરશે. જોકે કંગાળ બની ગયેલા પાકિસ્તાને ખોટા ખર્ચ પર કાપ મુકાવના અભિયાનને પગલે ઈમરાન ખાને એક નવું પગલું ભર્યું છે. પાકિસ્તાની મીડિયાની માહિતી મુજબ ઈમરાન ખાન ચાર્ટર પ્લેનને બદલે કોમર્શિયલ ફ્લાઈટથી અમેરિકા જશે. […]

Continue Reading

‘ભાજપના ખાતામાં ચૂંટણી દરમિયાન ક્યાંથી આવ્યા 2000 કરોડ રૂપિયા?’:માયાવતી

બહુજન સમાજ પાર્ટી (BSP)ની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ભાઇ અને પાર્ટીન ઉપાધ્યક્ષ આનંદ કુમાર પર આવકવેરા વિભાગની રેડથી રાજનીતિથી પ્રેરિત કાર્યવાહી કહી દીધી છે. માયાવતીએ શુક્રવારે એટલે કે આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોદી સરકાર પર સરકારી મશીનરીનો દુરપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. માયાવતીએ કહ્યુ કે, ”આ પ્રકારના પગલા લેતા પહેલા ભાજપ સરકારે પોતાનું જોવુ જોઇએ.” […]

Continue Reading